કરાર દસ્તાવેજમાં ઓછી કિંમતના સ્ટેમ્પનો ઉપયોગ કરીને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરનારી હજીરાની એસ્સાર કંપનીને ખુટતી સ્ટેમ્પ ડ્યૂટી અને વ્યાજ સહિત રૂ.36.95 કરોડ વસૂલવા માટે મુખ્ય નિયંત્રક મહેસુલ પ્રાધિકારી દ્વારા આદેશ કરાયો છે.
હજીરાની એસ્સાર સ્ટીલ કંપનીએ 2005માં 200 એમ ડબલ્યુ કમ્બાઇન્ડ સાઇકલ પાવર પ્લાન્ટની મિલકતનો ભાંડેર પાવર લિમિટેડ સાથે ફેસીલીટી યુઝ એગ્રીમેન્ટ કર્યો હતો. ત્યારે સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી ન હતી. આ અંગે કલેક્ટર અને અધિક સુપ્રિ.સ્ટેમ્પશ્રી ના રેકર્ડન એકાઉન્ટન્ટ જનરલ અમદાવાદની કચેરીમાં કરાયેલી તપાસમાં ઓછી સ્ટેમ્પ ડ્યૂટી ભરી હોવાનું બહાર આવ્યું હતું.
આ ખુટતી સ્ટેમ્પ ડ્યૂટી ભરવા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ-53(ક) હેઠળ નોટિસ પાઠવી હતી. આ કેસ મુખ્ય નિયંત્રક પ્રાધિકારીને પહોંચ્યો હતો. જેમાં બે કેસમાં રૂ. 5,53,09,630 તથા રૂ. 4,55,19,188 મળી કુલ રૂ.10,08,98,881 ખુટતી સ્ટેમ્પ ડ્યૂટી નીકળી હતી. જોકે, આ રકમ એસ્સાર કંપનીએ નહીં ભરતા વ્યાજ સહિત કુલ રૂ.36.95 કરોડ 90 દિવસમાં ચૂકવવા આદેશ કરાયો હતો. ન ભરશે તો વધુ 15 ટકા વ્યાજ વસૂલાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.