તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હયાતીની મુદ્દત:EPFOમાં હયાતીની મુદ્દત ફેબ્રુઆરી સુધી લંબાવાઈ, સાઉથ ગુજરાતના 50 હજારથી વધુ લોકોને લાભ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની સ્થિતિને જોતાં ઈપીએફઓના પેન્શર્સ હયાતિના કામ માટે ક્ષેત્રિય કાર્યાલય નહીં આવે અને સંક્રમિત નહીં થાય તે હેતુથી ઈપીએફઓ દ્વારા વાર્ષિક હયાતિની ખાતરી કરાવવા માટેની મુદ્દત તા.28 ફેબ્રુ.-2021 સુધી લંબાવી દેવાઈ છે. કોવિડના સંક્રમણને અટકાવવા માટે હાલ રાજ્ય સરકારે સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ જાહેર કર્યું છે. આ ઉપરાંત, શનિ-રવિ કોમર્શિયલ જગ્યાઓ અને સુપર સ્ટોર્સને પણ બંધ કરાવવામાં આવી રહ્યા છે.

દર વર્ષે નવેમ્બર માસમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કાર્યાલય(ઈપીએફઓ) ખાતે વિધવા મહિલાઓ અને વૃદ્ધ પેન્શનર્સની હયાતિનું પ્રમાણપત્ર(જીવન પ્રમાણપત્ર) જમા કરાવવાની કામગીરી થતી હોઈ છે. જોકે, કોરોનાના વધી રહેલા સંક્રમણમાં એકસામટાં કાર્યાલય પર પેન્શનર્સ ધસી નહીં આવે તે માટે નવેમ્બર માસથી ફેબ્રુઆરી-2021 સુધી હયાતિની ખરાઈ કરવાની મુદ્દત વધારી દેવામાં આવી છે. આ અંગે ક્ષેત્રિય ઈપીએફ કાર્યાલય ખાતેથી મળતી માહિતી પ્રમાણે સાઉથ ગુજરાતના અંદાજે 50થી 60 હજાર લોકો એવા છે કે, જેમની હયાતિના પ્રમાણપત્ર સ્વીકારવાની કામગીરી નવેમ્બર માસમાં થતી હોઈ છે. આ 50,000 લોકોના પરિવારને મોટી રાહત મળી છે. આ સાથો-સાથ શહેરના રામચોક સ્થિત ઈપીએફઓ ખાતે પેન્સનર્સનું ચાલતું જીવન પ્રમાણપત્ર ઓનલાઈન કરવાનું કામ તા.25 નવેમ્બરથી સ્થગિત કરી છે.

અન્ય સમાચારો પણ છે...