નવા ફેરફાર:15મીથી દસ્તાવેજમાં માહિતીની એન્ટ્રી અરજદારે કરવાની રહેશે, સુરતની 18 કચેરીમાં લાગુ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરીદનાર-વેચાનારની સંપૂર્ણ માહિતી ન હોય તો એપોઇન્ટમેન્ટ નહી

મહેસુલ વિભાગે દસ્તાવેજ નોંધાણીની પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. 15 ઓગસ્ટથી મિલકત ખરીદનાર અને વેચનારની તમામ માહિતીની અેન્ટ્રી અરજદાર નહીં આપે તો દસ્તાવેજ કરી શકશે નહી. સુરતની 18 સબરજિસ્ટ્રાર કચેરીમાં આ ફેરફાર લાગુ થશે.દસ્તાવેજ નોંધણી વખતે મિલકત અને ખરીદનાર અને વેચનારની માહિતીની રજીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવી રહી છે. કચેરીમાં એન્ટ્રી કરવામાં આવતી હોવાથી દસ્તાવેજ નોંધણીમાં વધુ સમય જઇ રહ્યો છે. દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા સરળ બને તે માટે મહેસુલ વિભાગે 15 ઓગસ્ટથી ફેરફાર કર્યા છે.

જેમાં ખાસ કરીને મિલકત ખરીદનાર અને વેચનારે પોતાના નામ, સરનામા અને મિલકત સહિતની તમામ માહિતીની એન્ટ્રી દસ્તાવેજ કરનાર અરજદારે જ કરવાની રહેશે. આ તમામ માહિતી આપી હશે તો એપોઇમેન્ટ આપવામાં આવશે. જેના કારણે એન્ટ્રી માટેને સમય બચી શકેશે અને અરજદારોન સરળતાથી દસ્તાવેજ કરાવી શકશે. સરકારે પ્રાયોગિક ધોરણે રાજ્યની કેટલીક સબ રજીસ્ટ્રાર કચેરીમાં આ સિસ્ટમ લાગુ પાડી હતી. માંડવી સબ રજીસ્ટ્રાર કચેરીમાં સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...