તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગોનો તહેવાર:સુરતમાં ધુળેટી રમવાની મનાઈ વચ્ચે પોલીસનું સતત પેટ્રોલિંગ,લોકોએ શેરી અને સોસાયટીમાં ધૂમધામથી રંગોની છોળો ઉડાવી

સુરત2 મહિનો પહેલા
કોરોના સંક્રમણને ભૂલી જઈને લોકો પોતાના ઘર આંગણે રંગોની છોળો ઉડાવી ઝૂમતા નજરે પડ્યાં હતાં.
  • રસ્તાઓ પર લોકોના ટોળા એકઠા નથાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરતમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકારના નિયમ પ્રમાણે કોર્પોરેશન દ્વારા સુરતીઓને ધુળેટીમાં વધુ સંખ્યામાં એકત્રીત ન થવા માટે અપીલ કરી હતી. પરંતુ સુરતીઓએ તમામ સૂચનાઓ અને બાજુ પર રાખીને મન ભરીને ધુળેટીની ઉજવણી કરી હતી. સવારથી જ નાના-મોટા સૌ કોઈ એકબીજા ઉપર રંગ ઉડાડીને ધુળેટીની મોજ માણી હતી.રસ્તાઓ પર સતત પોલીસ પેટ્રોલિંગ હોવાથી લોકોએ પોતાના શેરી મહોલ્લા અને એપાર્ટમેન્ટમાં ઉજવણી કરી હતી.

ઘર આંગણે એક મેકને રંગો લગાવીને ઉજવણી કરવામાં આવી હતી.
ઘર આંગણે એક મેકને રંગો લગાવીને ઉજવણી કરવામાં આવી હતી.

જાહેર રસ્તા પર ખેલૈયા ન દેખાયા
સુરતના જાહેર રસ્તા ઉપર ધુળેટી રમવામાં ન આવે એના માટે પોલીસ પણ તકેદારી રાખી રહી છે. કોર્પોરેશનના અધિકારીઓ પણ અલગ-અલગ વિસ્તારમાં ફરીને લોકો મોટી સંખ્યામાં એકત્રિત ન થાય તેના માટે કામગીરી કરી રહ્યાં છે. પરંતુ લોકો પોતાની સોસાયટીમાં અને એપાર્ટમેન્ટમાં ધૂમધામથી ધુળેટીની ઉજવણી કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

અમૂક લોકો સોશિયલ ડિસ્ટન્સના નિયમોને ભૂલીને ધુળેટીના ફોટો સેશન કરતાં દેખાયા હતાં.
અમૂક લોકો સોશિયલ ડિસ્ટન્સના નિયમોને ભૂલીને ધુળેટીના ફોટો સેશન કરતાં દેખાયા હતાં.

ઉજવણીમાં કોરોના ભૂલાયો
સોસાયટીઓમાં અને એપાર્ટમેન્ટમાં ડીજેના તાલે સુરતીઓ ઝૂમતા દેખાયાં હતાં. પોતાના પરિવારના લોકો તેમજ સોસાયટીમાં રહેતા લોકો સાથે રંગોની ઉજવણીમાં કોરોના સંક્રમણનો કોઇ ભય ના હોય તે રીતે ઉત્સાહ પૂર્વક ધુળેટીનો આનંદ માણ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થઈને ધુળેટીની ઉજવણી કરતા જોવા મળ્યાં હતાં.

શેરીઓમાં યુવાનોએ એક મેકમેકને રંગોથી રંગીને ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
શેરીઓમાં યુવાનોએ એક મેકમેકને રંગોથી રંગીને ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.

પાલિકાએ સૂચનો જાહેર કરેલા
સુરતમાં રોજના 600 કરતાં વધારે કોરાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે કોર્પોરેશન દ્વારા વારંવાર લોકોને નિયમોની કલમ લગાડીને તેનું પાલન કરવા માટેના સૂચનો આપવામાં આવ્યાં હતાં. કોરોના સંક્રમણનો વધારો થતાં હોળીકા દહનમાં પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત ન થાય તેના માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા .

પરિવાર સાથે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.
પરિવાર સાથે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.

રંગોની છોળો ઉડી
ઉત્સવ પ્રિય સુરતીઓ થોડા સમય માટે જાણે કોરાનાને ભૂલી ગયા હોય એ પ્રકારની ઉજવણીમાં વ્યસ્ત થઈ ગયા હતાં. વહેલી સવારથી જ નાના બાળકો સોસાયટીઓમાં અલગ અલગ સ્થળ ઉપર ધુળેટી રમતા દેખાયા હતાં, તો વડીલો પણ ધીરે ધીરે તેમાં જોડાયા હતાં. કોરોના કહેર વચ્ચે સુરતીઓએ મન મૂકીને રંગ પંચમી ની ઉજવણી કરી લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો