સ્કૂલ નિર્માણ કરવા માટે વધુ સમય:લિંબાયતમાં રૂ.14 કરોડના ખર્ચે બનનારી અંગ્રેજી-મરાઠી સ્કૂલને હજુ 4 વર્ષ લાગશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી વખતની ટેન્ડર પ્રક્રિયા બાદ પણ કોઇ એજન્સીએ હજુ રસ દાખવ્યો નથી

લિંબાયત વિસ્તારમાં મરાઠી અને ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ બનાવવા શાસકોએ મંજૂરી તો આપી દીધી છે પરંતુ પાલિકાને કોઈ ઈજારદાર જ મળતો ન હોય સ્કૂલ નિર્માણ કરવા માટે વધુ સમય જાય તેમ છે. આ વિસ્તારના બાળકોને આ નવી સ્કૂલ નો લાભ મળે તે માટે ત્રણથી ચાર વર્ષ લાગી જાય તેમ છે.

લિંબાયત વિસ્તારમાં વસતાં મરાઠી સમાજના અને પરપ્રાંતિય લોકોના બાળકોને પોતાની ભાષામાં શિક્ષણ મળે તે માટે મરાઠી માધ્યમની સ્કૂલ તેમજ ઇંગ્લિશ મિડિયમની સ્કૂલ મળે તેમાં બાળકો અભ્યાસ કરી આગળ વધે તે ઉમદા આશય સાથે 8.45 કરોડ ખર્ચે ઇંગ્લિશ મિડિયમ અને 5.49 કરોડ ખર્ચે મરાઠી માધ્યમ સ્કૂલ બનાવવા માટે ચાર મહિના અગાઉ શાસકો દ્વારા નિર્ણય લેવાયો હતો પરંતુ સ્કૂલ બનાવવા માટે હજી ફાંફા જ પડી રહ્યાં હોય તેવી સ્થિતિ છે.

મહાપાલિકાએ લિંબાયત વિસ્તારમાં ઇંગ્લિશ મિડિયમ અને મરાઠી માધ્યમની સ્કૂલ બને તે માટે સ્કૂલ બિલ્ડીંગ બનાવવા માટે એક પછી એક એમ ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી પડી છે. પ્રથમ બાદ બીજી ટેન્ડર પ્રક્રિયા છતાં કોઇ ઈજારદારે સ્કૂલ નિર્માણ માટે રસ દાખવ્યો નથી. તેથી ત્રીજી વખતે પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી પરંતુ તેમાં પણ કોઈ પણ એજન્સીએ રસ દાખવ્યો નથી.

લિંબાયત બંને સ્કૂલોની ટેન્ડર પ્રક્રિયા થઈ હતી
બંને સ્કૂલો લિંબાયત વિસ્તારમાં છે. જેમાં રમાબાઇ ચોક મિઠી ખાડીની મરાઠી સ્કૂલ બિલ્ડિંગ માટે રૂપિયા 5.49 કરોડ તથા આ જ વિસ્તારમાં લિંબાયત ખાતે ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ પણ રૂપિયા 8.45 કરોડ ખર્ચે બનાવવાની છે પણ ઇજારદાર આવતાં નથી. તેથી ટેન્ડર પ્રક્રિયા ત્રણ વખત લંબાવવામાં આવી છે. આ વખતે કોઈ એજન્સી આવે તો સ્કૂલ બિલ્ડીંગ સાકાર થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...