તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાનની ઉજવણી:અયોધ્યા મંદિર માટે સુરતની બેકરીમાં કામ કરતાં કર્મચારીઓએ એક દિવસનો પગાર સમર્પિત કર્યો,48 ફૂટ લાંબી રામસેતુ કેક બનાવાઈ

સુરત23 દિવસ પહેલા
રામ મંદિરના નિર્માણમાં સહયોગ આપતાં બેકરી દ્વારા વિશાળ રામ સેતુ કેક બનાવવામાં આવી છે.
  • રામ મંદિર નિર્માણ નિધિમાં સ્ટાફના પગારની સાથે બેકરી દ્વારા પણ રકમ જોડવામાં આવશે

અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા રામ મંદિરના નિર્માણ માટે દેશવાસીઓ પોતપોતાની રીતે ફાળો આપી રહ્યા છે ત્યારે સુરતની એક બેકરી દ્વારા પણ અનોખી પહેલ કરવામાં આવી છે.11 મીથી 16મી ફેબ્રુઆરી સુધી હર કદમ રામ કે નામ સંકલ્પ અભિયાન શરૂ કર્યું છે. તેના થકી રામ મંદિર નિર્માણ નિધિમાં પોતા નું સમર્પણ આપશે. બેકરીના કર્મચારીઓ પણ પોતાના એક દિવસનો પગાર નિધિ સમર્પણમાં આપશે. સાથે જ બેકરી દ્વારા 48 કિમી લાંબા રામ સેતુના પ્રતિક રૂપે 48 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે. આ કેક નિધિ સહયોગ આપનારને નિઃશૂલ્ક આપવામાં આવશે.

કેક પર ભગવાન રામના ગુણો દર્શાવવામાં આવ્યાં છે.
કેક પર ભગવાન રામના ગુણો દર્શાવવામાં આવ્યાં છે.

ગ્રાહકોની ખરીદી વખતે બેકરી દાન કરશે
બ્રેડ લાઇનરના ડિરેકટર નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રામ આજે દેશની આસ્થા, પ્રેમ, શીર્ષ, ધર્મ છે, ત્યારે રામ જન્મ ભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરનું નિમૉણ થવા જઈ રહ્યું છે. આપણા માટે ગૌરવની લાગણી કહી શકાય અને આ જ લાગણી અને રામ પ્રત્યેની આસ્થા વધુમાં વધુ દ્રઢ બને તે માટે બેકરી દ્વારા 11 મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી સુધી હર કદમ રામ કે નામ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત બ્રેક લાઇનરના તમામ સ્ટાફ એક દિવસનો પગાર રૂપિયા રામ મંદિર નિર્માણ નિધિમાં અર્પણ કરશે.

કેક સંકલ્પ લેનાર ગ્રાહકોને આપવામાં આવશે.
કેક સંકલ્પ લેનાર ગ્રાહકોને આપવામાં આવશે.

સંકલ્પ લેનારને સેતુ કેક અપાશે
12મી ફેબ્રુઆરીના રોજ જેટલા પણ ગ્રાહકોએ ખરીદી કરી તે તમામ ગ્રાહકોની બિલની ચુકવણીમાથી પ્રતિ બિલ 48 રૂપિયા પ્રમાણે જે રાશિ ભેગી થઈ તે રાશિ પણ રામ મંદિર નિર્માણ નિધિમાં અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત રામસેતુ ના પ્રતિક રૂપે 48 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી આ કેકની વિશેષતા એ છે કે રામસેતુ 48 કિમી નો હતો એટલે પ્રતિક રૂપે 48 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે. આ કેક પર શ્રી રામ ભગવાનના જે 16 ગુણ હતા તે લખવામાં આવ્યો છે અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ 16 પૈકીનો કોઈ એક ગુણ પોતાના જીવનમાં અંગીકાર કરવાનો સંકલ્પ લે અને આ સંકલ્પ લેતી વખતનો વીડિયો બનાવીને બેકરીને મોકલે. 16મી ફેબ્રુઆરી સુધી વીડિયો મોકલનાર પ્રથમ 1084 વ્યક્તિઓને 400 ગ્રામ રામ સેતુ કેક નિશુલ્ક આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો