5 સેકન્ડમાં 31.39 લાખની લૂંટ:સુરતમાં ધોળા દિવસે મની ટ્રાન્સફરનો કર્મચારી લૂંટાયો, બાઈક પર આવેલા 3 લૂંટારુ CCTVમાં કેદ

સુરત5 મહિનો પહેલા
  • વૃદ્ધ પાંડેસરા, ભેસ્તાન અને ઉનથી ઉઘરાણી કરી સગરામપુરા જઇ રહ્યા હતા
  • પેટ્રોલપંપ​​​​​​​ પાસે ​​​​​​​લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો પણ હાથમાં ન આવ્યા, ઘટના CCTVમાં કેદ

સુરતમાં ઉધના વિસ્તારમાં 5 સેકન્ડમાં 31.39 લાખની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ધોળા દિવસે મની ટ્રાન્સફરના કર્મચારીને લૂંટી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા. બાઈક પર જઈ રહેલા મની ટ્રાન્સફરના કર્મચારી પાસેથી બાઈક પર આવેલા ત્રણ લૂંટારુ 31.39 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

બાઈક પર આવેલા બે લૂંટારુ લૂંટ કરી ફરાર.
બાઈક પર આવેલા બે લૂંટારુ લૂંટ કરી ફરાર.

પોલીસનો મોટા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
31.39 લાખ રૂપિયાની લૂંટની જાણ થતા પોલીસ દોડી આવી હતી. ઉધના પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાઇક પર આવેલા લૂંટારુને પકડી પાડવાની દિશામાં તપાસ શરૂ કરી છે.

પોલીસનો માટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.
પોલીસનો માટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.

બેગમાં 31.39​​​​​​​ લાખથી વધુની રોકડ રકમ હતી
સજ્જનસિંહ પરમાર(ડીસીપી)એ જણાવ્યું હતું કે, સગરામપુરામાં સાઈ સિટી અને સાઈ સમર્થથી મની કલેક્શન અને મની ટ્રાન્સફરનું કામ જગદીશ ચોક્સી કરી રહ્યા છે. આજે ઓફિસથી નીકળી ઉન, સચિન, ભેસ્તાન અને પાંડેસરાના ડિલરો પાસેથી મની કલેક્શન કરી બપોરના સમયે ઘર તરફ જઈ રહ્યા હતા. બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે સર્વિસ રોડ પર જઈ બાઈક ધીમી કરી હતી. દરમિયાન પાછળથી ત્રણ સવારીમાં બાઈક સવારોએ આવી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. બેગમાં 28 લાખથી વધુની રોકડ રકમ હતી. હાલ ફરિયાદની તજવીજ ચાલી રહી છે.

પોલીસે સીસીટીવી આધારે લૂંટારુની તપાસ હાથ ધરી.
પોલીસે સીસીટીવી આધારે લૂંટારુની તપાસ હાથ ધરી.

લૂંટારૂઓ પાંડેસરા દક્ષેશ્વરથી પીછો કરી રહ્યા હતા
લૂંટારૂ ટોળકીએ વૃદ્વની બાઇકનો પાંડેસરા દક્ષેશ્વર પાસેથી પીછો કરતા હતા. આ પૂર્વે જે જગ્યા પરથી કલેકશન કરીને વૃદ્ધ આવ્યાં ત્યાં દેખાયા ન હતા. આથી એવી શંકા છે કે વૃદ્ધ મોટી રકમ લઈને નીકળે છે એવી નજીકના કોઈ વ્યકિતે ટીપ આપી હોય અને લોકલ ગેંગએ લૂંટના ગુનાને અંજામ આપ્યો હોય એવું પોલીસને લાગી રહ્યું છે. લૂંટ કરી ત્રણેય બદમાશો બાઇક પર લિંબાયત નીલગીરી તરફ ગયા હોવાનું કેમેરાના આધારે જાણવા મળ્યું છે અને પોલીસને ચોક્કસ કડી પણ હાથ લાગી છે જેનાથી આરોપી નજીકના દિવસોમાં પકડાય જાય તેવી શકયતા છે.

પુત્ર બહાર હોય ઉઘરાણીએ નિકળ્યા
ભોગ બનનાર જગદીશભાઇ ચોક્સીનો પુત્ર સાંઇ સિદ્ધિ અને સાંઇ સમર્થ એજન્સની નામે એજન્સી ચલાવે છે. પુત્ર હોવાથી જગદીશભાઇ ઉઘરાણીએ નીકળ્યા હતા.