સોમવારે મોડી રાતે ચલથાણ સુગર ફેકટરીના એક ગંભીર બનાવ સામે આવ્યો હતો. બનાવ એમ હતો કે મોડી રાતે ફેકટરીમાં આધેડ વયના કર્મચારી અકસ્માતમાં મિલના ગરમ રસના ટાંકામાં પડતા મોત થયું હતુ. કર્મચારીઓ દ્વારા બે કલાકની જહેમત બાદ ઘાયલ કર્મચારીને કાઢીને હોસ્પિટલમાં લઇ જતાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.
સુરત જિલ્લાની અગ્રેસર અને અપગ્રેડ મશીનરીથી સજ્જ ચલથાણ સુગર ફેકટરીમાં સોમવારે મોડી રાતે 9 વાગ્યાના અરસામાં મિલ વિભાગમાં ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ નટવરસિંહ ઠાકોર (ઉ.વ.58 રહે રાજપૂત ફળીયા જોળવા તાં.પલસાણા )નાઓ ફરજ પર હાજર હતા.
જે દરમિયાન અકસ્માતમાં ગરમ રસનો વિશાળ ટાંકી (ક્રિસ્લાઈઝર મશીન)ના ઉપર બનેલી લોખંડના ટ્રેક પરથી પસાર થતી વખતે અકસ્માતે ટાંકામાં પડી જતા ગરમ રસમાં ડૂબી જવાના કારણે કર્મચારીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. બે કલાકની જહેમત બાદ કર્મચારીને મશીનની બહાર કાઢી ચલથાણ સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
મશીનરી બંધ હોવાથી અવાજ આવ્યો
હાલ ફેક્ટરીમાં ક્લિનિંગ ચાલતું હોવાથી મશીનરી બંધ હોવાના કારણે કર્મચારી પડતા જ અન્ય કર્મચારીને પડવાનો અવાજ આવતા જ જાણ થઈ હતી. જો ફેકટરી ચાલુ હોત તો ઘટનાની જાણ મોડી થાત અથવા નહિ પણ થાત એવું સાથી કર્મચારીઓએ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.