અમી એન્ટરપ્રાઇઝીસ હેઠળ કેમિકલ અને કન્સ્ટ્રક્શનના કામમાં મામાના કહેવાથી બેરોજગાર પિતરાઈ ભાઈને મહેનતાણા અને ટકાવારી આપીને ધંધામાં સાથે રાખ્યો હતો. થોડા સમય સુધી ખૂબ જ સારી રીતે ધંધો કર્યા બાદ તેણે ખોટા દસ્તાવેજો ઉભા કરીને કરોડો રૂપિયાની લોન બેંકમાંથી મિલકતો ઉપર મોર્ગેજ લોન લઈને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી દીધો હતો. ફરિયાદીઓએ કહ્યું કે, અમારી ફરિયાદ નોધાઈ ગઈ છે ત્યારે અમને ઝડપથી ન્યાય મળે તે જ આશા છે.
પિતરાઈ ભાઈએ જ કરોડો રૂપિયાની ઠગાઈ કરી
વ્રજલાલ આંબલીયાના મામાના દીકરા ભીખુ પીપળીયાએ અન્ય વ્યક્તિઓ સાથે મળીને વ્રજલાલ અને તેમના ભાઈની મિલકતો ઉપર બેંક સાથે મિલી ભગત કરીને કરોડો રૂપિયાની મોર્ગેજ લોન લઈ લીધી છે. વ્રજલાલ આંબલીયા અમી એન્ટરપ્રાઇઝમાં ભીખુ પીપળીયા સાથે કામ કર્યું હતું. ત્યારબાદ ભીખુ પીપળીયાના કહેવાથી BGV ઇનફાસ્ટ્રક્ચર નામની નવી પેઢી શરૂ કરી હતી. એકાએક વ્રજલાલ આંબલીયાના હાથમાં ઓફિસના ડ્રોવરમાંથી કેટલાક દસ્તાવેજો હાથમાં લાગ્યા હતા. જેમાં જોતા તેઓ પોતે ચોકી ગયા હતા. આ દસ્તાવેજોમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું કે, ભીખુ પીપળીયાએ બેંક પાસેથી લાખો રૂપિયાની લોન લીધી છે. તેમજ તેણે ખોટા ચેક વટાવ્યાં છે. જેની તપાસ કરતાં બેંકમાં જઈને જાણવા મળ્યું કે, જે પ્રોપર્ટી ઉપર તેણે મોર્ગેજ લોન લીધી છે. પ્રોપર્ટીના વ્રજલાલ માલિક છે. છતાં પણ તેણે એ પ્રોપર્ટી ઉપર તેમની જાણ બહાર મોર્ગેજ લોન લઈ લીધી હતી.
એચડીએફસી બેન્કની મિલીભગતનો આક્ષેપ
વ્રજલાલ આંબલીયા જણાવ્યું કે, જ્યારે અમે તપાસ કરી કે, એચડીએફસી બેન્ક ઘોડદોડ રોડ પાસેથી લોન ભીખુ પીપલીયાએ લીધી છે. ત્યારે અમે સૌ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બેંક જ્યારે પણ લોન આપે છે. ત્યારે જે પણ મિલકતના માલિકો હોય તેમ જ અન્ય લોકોની પણ તમામ પ્રકારના દસ્તાવેજો સહીઓ તપાસતી હોય છે. પરંતુ આટલી મોટી લોન અને તેના માલિકે પોતે ભીખુ પીપળીયા ન હોવા છતાં પણ અમારી મિલકત ઉપર તેને લોન આપી દીધી છે. બેંકમાં જે નંદલાલ આંબલિયાની સહી રજૂ કરવામાં આવી છે. તે પણ ખોટી હોવાનું જણાય આવ્યું છે. બેંકે ખૂબ જ ગેરરીતીથી મોર્ગેજ લોન આપ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી
ભીખુ પીપલીયાએ ખોટા દસ્તાવેજો અને સહીના આધારે બેંકમાંથી લોન લઈને 14 કરોડ જેટલી લોનો લઈને છેતરપિંડી હાજરી હોવાને કારણે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભીખુ આંબલીયા, ગિરીશ, હિરેન કરકર સહિતના આરોપીઓ વિરોધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ એ ફરિયાદ દાખલ થયા બાદ પણ હજી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ સક્રિય દેખાઈ રહી ન હોવાનું આક્ષેપ સાથે કહેવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.