કોરોના ઇફેક્ટ:લોકડાઉનમાં કામ ધંધો ન હોઈ એમ્બ્રોઈડરીના કારખાનેદારે જુગારધામ શરૂ કર્યું, 6 ઝડપાયા

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કતારગામ જીઆઇડીસીમાં પોલીસે રેડ પાડી 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કતારગામની જુની જીઆઈડીસીમાં એક એમ્બ્રોઇડરીના ખાતામાં જુગાર રમતા જુગારીઓ પાસેથી 1.42 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. લોકડાઉનમાં કામધંધો બંધ હોવાથી કારખાનદારે છેલ્લા 4 દિવસથી જુગારધામ શરૂ કર્યુંું હતું. કતારગામ જુની જીઆઈડીસીમાં પોલીસે એક ખાતામાં છાપો મારી જુગાર રમાડનાર શૈલેશ કાનજી સુરાણી (રહે. રણછોડજી પાર્ક સોસાયટી, કાંતારેશ્વેર મંદિર પાસે) ઉપરાંત જુગાર રમવા આવનાર રાજેન્દ્ર દેવશી સુરાણી(રહે.અક્ષરધામ સોસાયટી,કતારગામ), રાજેશ ધનજી લુખી(રહે.રાજાનંદ સોસાયટી, લક્ષ્મીકાંત આશ્રમરોડ, કતારગામ), નરેશ દેવશી સુરાણી(રહે. અક્ષરધામ સોસાયટી, કતારગામ), લાભુ છગન લુખી અને મિલન લાભુ લુખી(બંને રહે.શાલીગ્રામ સોસાયટી, મોટા વરાછા)ની ધરપકડ કરી છે.

તેમની પાસેથી રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને બાઇક મળીને કુલ 1.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપીઓ એમ્બ્રોઈડરી વ્યવસાય સાથે જોડાયેલા છે. આરોપી શૈલેશે પોલીસને જણાવ્યું હતું કે, હાલમાં લોક ડાઉનના કારણે એમ્બ્રોઈડરીનો કામ ધંધો બંધ છે. તેથી આવક માટે છેલ્લા 4 દિવસથી ખાતામાં જ જુગારધામ ચાલુ કર્યું હતું. જેનું મહિને 20 હજાર ભાડુ ચૂકવતો હતો. તેમાં બહારથી જુગારીઓને બોલાવતો અને દરેક દાવ પર નાળ ઉઘરાવી કમાતો હતો.  
સિંગણપોરમાં 6 જુગારી ઝડપાયા 
સિંગણપોર પોલીસે મોટી વેડ ગામમાં હરીજનવાસ પાસે જુગાર રમતા દલપત ઉત્તમ કંથારિયા, દિનેશ ડાહ્યા કંથારિયા, રમેશ ગોવિંદ સુરતી, નવીન જગજીવન કંથારિયા, મણીલાલ રામુ કંથારિયા, ચુનીલાલ જીણાલાલ પટેલ અને જીતુ જેઠા કંથારિયાને પકડી 2720 રૂપિયા કબજે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...