તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેરમાં અડાજણના ભાઠા ગામમાં જીઈબીનો જીવતો વીજતાર તૂટીને મહિલાના ગળામાં વીંટળાઈ જતાં શ્રમજીવી મહિલા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘરના વાડામાં કામ કરતી ભાવના નામની મહિલા ઉપર જીવંત વીજતાર પડતાં પતિ સહિતના લોકો જીવતી સળગતી હાલતમાં જોતા રહ્યા અને મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી હતી. જોકે ચાલુ વીજલાઈનને કારણે કોઈ બચાવી શક્યું ન હતું. ઘટનાના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં 20-25 વર્ષ જૂનો વીજતાર 3-4 વાર તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વીજતાર ગળાના ભાગે લપેટાઈ જતાં મહિલા જીવતી સળગી ગઈ
કનુભાઈ રાઠોડ (મૃતક મહિલાના પતિ)એ જણાવ્યું હતું કે મજૂરીકામ કરી ત્રણ-ત્રણ દીકરી સાથે પેટિયું ભરતા હતા. ભાવના આજે સવારે રોજિંદા કામકાજ માટે વાડામાં ગઈ હતી. અચાનક જીઈબીનોનો લટકતો જીવંત વીજતાર તેની ઉપર તૂટી પડ્યો હતો. ગળાના ભાગે લપેટાઈ જતાં જમીન પર જ જીવતી સળગી ગઈ હતી. અમે જોતા રહ્યા અને ભાવના બચાવો બચાવોની બૂમો પાડતી રહી, આખું ફળિયું ભેગું થઈ ગયું, પણ કોઈ ભાવનાને બચાવી ન શક્યું.
30 મિનિટ બાદ જીઈબી અને પોલીસ આવી
કનુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે 30 મિનિટ બાદ જીઈબી અને પોલીસ આવી હતી. એક કલાક બાદ ચાલુ વીજલાઇન બંધ કરાતાં ભાવનાનો સળગેલો મૃતદેહ બહાર કઢાયો હતો. ત્યાર બાદ પોલીસે ઇન્કવેસ્ટ ભર્યું અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.
બેજવાબદાર સામે ગુનો નોંધવા માગ
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ત્રણ વર્ષમાં લગભગ આ વીજલાઈન પરથી 3-4 વાર જીવિત વીજલાઇનના તાર તૂટી ગયા બાદ લટકતા રહ્યા હોવાની ઘટના જોઈ છે. ચોથીવાર બનેલી ઘટનામાં ભાવનાને જીઈબીની લાઈન ભરખી ગઈ સાહેબ, અમે ગરીબ છીએ અમારું સાંભળશે કોણ. ત્રણ દીકરીએ માતા અને મેં મારી પત્ની ગુમાવી છે. બસ, બેજવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી સજા થાય એ જ અમારી માગણી છે.
બૂમો પાડતી રહી પણ બચાવી ન શકાઇ
વાડામાં કામ કરતા સમયે ભાવના રાઠોડના ગળામાં વીજતાર વીંટળાઇને થયેલા માેતની ઘટનામાં સૌથી કરુણ પાસું એ રહ્યું કે ભાવના બચાવો બચાવોની બુમો પાડતી હતી પરંતુ ચાલુ વીજલાઇનના કારણે ઘટનાસ્થળે ભેગા થયેલાં લોકોમાંથી કોઇપણ તેને બચાવી શક્યું ન હતું.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.