DGVCLની ટીમનું મેગા ઓપરેશન:73 કનેક્શનોમાં વિજ ચોરી ઝડપી 59 લાખ દંડ ફટકાર્યો

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજચોરી પકડવા માટે ડિજીવીસીએલની ટીમ સક્રિય થઈ ગઈ છે, ડિજીવીસીએલની ટીમ દ્વારા મેગા ઓપરેશન કરીને ચોરી કરતાં 73 વિજ કનેક્શનો પકડી પાડી 59 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.વિજ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેને ડામવા માટે ડિજીવીસીએલની ટીમ સક્રિય થઈ ગઈ છે, ખાસ કરીને ગામડા અને અંતરિયાળ વિસ્તારમાં સૌથી વધારે વીજ ચોરી જોવા મળી રહી છે.

ડિજીવીસીએલ, સુરત કોર્પોરેટ કચેરી વિજીલન્સ વિભાગના અધિક્ષક ઈજનેર જી.બી પટેલ અને લોકલ પોલીસની ટીમના માર્ગદર્શન હેઠળ ભરૂચ રૂરલ પેટ વિભાગીય કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા કંથારિયા અને દયાદરા ગામમાં વિજીલન્સની 53 ચેકિંગ ટીમો તેમજ 127 લોકો અને 13 જીયુવીએનએલએમ કુલ મળીને 140 પોલીસ બંદોબસ્તની મદદથી 1673 વિજ કનેક્શનો ચેક કરતાં 73 કનેક્શનોમાં વીજ ચોરી પકડાઈ હતી. 73 ગ્રાહકો અને બિનગ્રાહકોને આશરે 56.39 લાખ રૂપિયાની વીજચોરીના બિલોની આકારણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...