ગુજરાત બન્યું 'રેવડીબજાર':કેજરી કહે વીજળી ફ્રી, કોંગ્રેસ કહે દેવું ફ્રી, ભાજપ મૂંઝાયો કે શું કરવું ફ્રી? મોટાં માથાંના 'આંટાફેરા' વધ્યા

સુરત4 મહિનો પહેલાલેખક: સુનિલ પાલડિયા

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે, તો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં સભાઓ વધી રહી છે. ભાજપ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ દર મહિને એકાદ બે વખત તેઓ ગુજરાત આવે છે અથવા વર્ચ્યુલી જોડાઈને ગુજરાતના વખાણ કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે રેવડીનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. કજેરીવાલ ફ્રી વીજળીની વાત કરે છે તે કોંગ્રેસ પણ ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ અને 10 કલાક ફ્રી વીજળીની કરે છે. ત્યારે હવે ભાજપ મૂંઝવણમાં મૂકાયો છે કે આપણે શું ફ્રી કરવું.

આપ અને કોંગ્રેસની મફતની ગેરન્ટી અને વાયદો અંગે ભાજપ કહે છે કે 'રેવડી કલ્ચર' સ્થપાઈ ગયું છે. ત્યારે આ અહેવાલમાં જાણીએ કે અત્યાર સુધીમાં મફતની જાહેરાતો અને ભાજપે દ્વારા પણ ચાલતી મફતની યોજનાઓ અંગે જાણીએ.