તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી:આજે ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી, 4500 સભ્યો સ્ટેડિયમ-પરિવર્તનને ચૂંટશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થતાં મોડી રાત સુધીમાં પરિણામ પણ જાહેર કરાશે

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે જેમાં એસડીસીએ સાથે જોડાયેલા 4500 સભ્યો પરિવર્તન પેનલ અને સત્તાધારી સ્ટેડિયમ પેનલનું ભવિષ્ય નક્કી કરશે. વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થતાં આજે જ મતોની ગણતરી કરી મોડી રાત સુધીમાં પરિણામ પણ જાહેર કરાશે. છેલ્લા 2 અઠવાડિયાથી સતત બંને પક્ષો તરફથી આરોપ અને પ્રત્યારોપનો દોર શરૂ છે.

સ્ટેડિયમ પેનલ માટે આ વર્ષે ચૂંટણી થોડી અઘરી જણાઈ રહી છે. કેમ કે, એમની ટીમના 6 સભ્યો સ્ટેડિયમ પેનલ છોડી પરિવર્તન પેનલ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. એ સાથે જ છેલ્લી ઘણીએ 21માં સભ્યે નામ પાછું ખેંચી લેતા 21માં સભ્ય ધનસુખભાઈ પટેલના નામે પણ ખૂબ જ રાજનીતિ થઈ છે. સત્તા મેળવવા 21 સભ્યોની જરૂર પડશે.

પરિવર્તન પેનલ
ફક્ત ક્રિકેટ જ નહીં અન્ય સ્પોર્ટ્સને મહત્તવ આપીશું. મેઇન્ટેનેન્સ ફી ઘટાડીશું. મેમ્બરો નહીં વધારી જે છે એમને સારી સુવિધા પ્રદાન કરીશું. ક્રિકેટરોના સિલેક્શનમાં પારદર્શિતા લાવી પ્રોફેશનલ્સ પાસેથી ફિટનેસ અને ટેક્નિકની ટ્રેનિંગ અપાવીશું. ક્લબના સભ્યો માટે વીકેન્ડ પર મિની થિયેટરમાં મફત મૂવીની સુવિધા ગોઠવાશે. સભ્યોના બાળકો માટે ઇલેક્ટ્રોનિક ગેઇમ્સની વ્યવસ્થા કરવામાં આવશે.

સ્ટેડિયમ પેનલ
મીડિયા સેન્ટરનું કામ ઝડપથી પૂરું કરી વધુમાં વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ મેચો મેળવવાનો પ્રયત્ન રહેશે. હેલ્થ ક્લબનું કામ પૂર્ણ કરાશે. 3 બેડમિન્ટન અને 3 ટેનિસ કોર્ટનું કામ પૂરું કરાશે. નાઇટ અને ઇન્ડોર એકેડેમીની વ્યવસ્થા કરીશું. સંતાનોને રાહત દરે મેમ્બરશિપ અપાશે. એલઈડી સ્કોરબોર્ડની વ્યવસ્થા ઉભી કરાશે. બાળકો માટે પ્લેઝોન બનાવવામાં આવશે. એસડીસીએની મેરેથોન અને સાઇકલિંગ ક્લબ સ્થાપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો