તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Elections In The Chamber: Polling On March 25 And Results On The Same Night, Heated By The Election Of The Managing Committee

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણામ:ચેમ્બરમાં ચૂંટણી: 25મી માર્ચે મતદાન અને રાત્રે જ પરિણામ, મેનેજિંગ કમિટીની ચૂંટણીથી ગરમાટો

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી 25મી માર્ચે છે. ચૂંટણીના પડઘમને લઈ ચેમ્બરના સભ્યો સક્રિય થયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તા. 25 ફેબ્રુ.છે. આ વર્ષે 1 ગોલ્ડ મેમ્બર, પ્લેટિનમમાં 3 મેમ્બર, પેટર્નમાં 6 મેમ્બર, ચીફ પેટર્નમાં 12 મેમ્બર, રીજયોનલમાં અને લાઈફમાં 46 મેમ્બરો વચ્ચે ચૂંટણીની શક્યતા છે.

ચૂંટણી કમિટીમાં કેતન પટેલ, હેતલ મહેતા, પીએમ શાહ, સીએમ જરીવાલા અને મહેન્દ્ર કતારગામ વાલા ચૂંટણી પ્રક્રિયા કરશે. ગત વર્ષે મેનેજિંગ કમિટીના મેમ્બર ન બની શકેલા ચેમ્બરના સભ્યો ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ જીતવા સક્રિય થઈ કમર કસી રહ્યા છે. આ વર્ષે સતત બીજા વર્ષે ચૂંટણીની સંભાવના છે. ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીનું સમયપત્રક જાહેર કરાયું છે. 12મી માર્ચ સુધી દાવેદારી ફોર્મ પરત ખેંચી શકશે. ચૂંટણી કમિટી 13 માર્ચે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરશે અને 25મી માર્ચના રોજ સરસાણાના ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે મતદાન પ્રક્રિયા સવારે 9થી સાંજે 5 સુધી યોજાશે. અને રાત્રે પરિણામ જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો