તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેમ્બર ચૂંટણી:ચેમ્બરના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 4થી ઓક્ટોબરે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની રવિવારે જ નવા ટર્મના મેનેજીંગ સભ્યોની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સોમવારે સાંજે ચેમ્બર ચૂંટણી કમિટીની મિટીંગ મળી છે. જેમાં 4થી ઓક્ટોબરે પ્રમુખ-ઉપપ્રમુખ પદ્દ માટે ચૂંટણી યોજવાનો નિર્ણય કરાયો છે. ચેમ્બરની ચૂંટણી કમિટીના ચેરમેન હેતલ મેહતાએ જણાવ્યું કે, મતદાન માટે કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ સરસાણા ખાતે બુથ ઉભા કરાયા છે. કોઇ મોટા ઉદ્યોગકાર ચૂંટણીમાં નહીં ઝંપલાવે તો સીએ મીતિશ મોદી ફરી ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા છે. જ્યારે માજી પ્રમુખોના ગ્રુપમાંથી આશિષ ગુજરાતીના નામની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...