તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:યુનિવર્સિટીમાં11 ફેકલ્ટીના ડીનની ચૂંટણી 27 જુલાઇએ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20મી જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે

નર્મદ યુનિવર્સિટીની 11 ફેકલ્ટીના ડીન અને અધર ધેન ડીનની ચૂંટણી 27 જુલાઇએ યોજાશે. જોકે, પહેલી વખત 6 મહિના પહેલાં ડીનની ટર્મ પૂર્ણ થઈ રહી છે. આ વખતે મોટાભાગની ફેકલ્ટીમાં ચૂંટણી નહીં થાય અને સમરસતાથી પૂર્ણ થાય એવા અણસાર છે.

યુનિવર્સિટીએ નિયમ મુજબ 31 જુલાઇએ પુર્ણ થઇ રહેલી ટર્મ પૂર્વે 11 ફેક્લ્ટીના ડીનની ચૂંટણી યોજવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, એજ્યુકેશન, આર્ટ્સ, રૂલર સ્ટડીઝ, મેનેજમેન્ટ, મેડિસિન, હોમિયોપેથિક, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઇટી, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇનના ડીન અને અધર ધેન ડીનની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. 20 જુલાઇ સાંજે ચાર વાગ્યા સુધીમાં ઉમેદ વારી ફોર્મ ભરી શકશે. 7 જુલાઇથી ફોર્મ મળવાના શરૂ થશે.

ઉમેદવારી પત્રકો ચકાસણી 21મી જુલાઇ સાંજે કરાશે, ઉમેદવારી પત્રક 23મી જુલાઇ સુધી પરત ખેંચી શકાશે અને મતદાન 27મી જુલાઈ, 2021ના રોજ બપોરે 12ઃ30 થી 1ઃ30 કલાક દરમિયાન થશે. ચર્ચા મુજબ ઘણી ફેકલ્ટમાં ચૂંટણી નહીં યોજાય અને સમરસ થાય તેવા એંધાણ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમયે પહેલા સિન્ડિકેટમાં સિન્ડિકેટ સભ્ય રાકેશ દેસાઇએ ડીનનો ટર્મ વહેલી પૂર્ણ થવા મામલે વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...