સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસો.ના ઇલેકશનના પરિણામ બાદ કાઉન્સિલના સભ્યોની પસદંગી બાબતે ગૂંચવાયુ કોકડું આખરે આજે ઉકેલાયુ હતુ. હોદ્દેદારોની મેરેથોન મિટિંગ બાદ કુલ 21 સહિત અન્ય 12 જેટલાં કો. ઓપરેટિવ મેમ્બરની સાથે કુલ 33 સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં એકમાત્ર કાઉન્સિલ સભ્ય તરીકે કણિયા મીરા ટર્મિશનો પણ સમાવેશ થાય છે.
અલબત્ત, કો.ઓપ. કાઉન્સિલ મેમ્બરમાં બારોટ ઉર્મિલાને પણ સમાવાયા છે. એટલે ટોટલ બે મહિલા સભ્યો થયા.છેલ્લાં કેટલાં દિવસથી કલ્પેશ દેસાઈ સહિતના સિનિયર એડવોકેટ સર્વસંમતિથી સિલેકશન થાય એ દિશામાં પ્રયાસ કરી રહ્યા હતા જે મહેનત આજે રંગ લાવી હતી. પ્રમુખ પી.ટી.રાણાએ કહ્યુ કે 21 કાઉન્સિલના સભ્યોની સાથે અન્ય 12 કાઉન્સિલના કો.ઓપ. મેમ્બર્સની પણ પસદંગી કરવામા આવી છે.
કોઇ વિવાદ નહતો, ચર્ચા બાદ નિવેડો
આમ જોઇએ તો કોઈ મોટો વિવાદ નહતો. ચર્ચા બાદ કાઉન્સિલના સભ્યોની પસદંગી કરવામાં આવી છે. દરેકને સાથે રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગળ પણ વકીલોના હીત માટે જ કામ કરવામા આવશે. > અમર પટેલ, ઉપ પ્રમુખ, બાર એસો.
કાઉન્સિલના સભ્યો
પટેલ નલીનચંદ્ર, પંડયા હર્ષદકુમાર, દેસાઈ સંજય, દેસાઈ જનક, જરીવાલા મિતેષ, કણિયા મીના, ચાહવાલા હેમંત, જરીવાલા વિપુલ, શેખ ફરહાન, શુકલા વિનય, સેલર આશિષ, પટેલ સંજયકુમાર, ગજજર, કમલકુમાર, જોગાણી મહેક, ખેની ઇશ્વરકુમાર, પટેલ ધર્મેશ, રાયકા કીરણ, પરમાર ભદ્રેશકુમાર અને ચૌહાણ રોહન.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.