ચૂંટણી:29મી માર્ચે VNSGUની બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણી યોજાશે

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25મી માર્ચે ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરાશે
  • મનોજ અગ્રવાલ​​​​​​​ ​​​​​​​સહિતના ઉમેદવારોએ ઉમેદવારી કરી

યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ એકાઉન્ટન્ટ માટે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, યુનિવર્સિટી દ્વારા 29મી માર્ચના દિવસે બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણીનું આયોજન કરાશે. ચૂંટણી માટે વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી દ્વારા ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, 22મી માર્ચ સુધી કોઈ પણ ઉમેદવાર આના માટે ઉમેદવારી નક્કી કરી શકે છે. 23 માર્ચ 2023ના રોજ ઉમેદવારી પત્રકને તપાસવાની પ્રક્રિયા હાથ ધરાશે. 25મી માર્ચના રોજ સાંજે 4 વાગ્યે ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે.

ત્યાર બાદ યુનિવર્સિટી 25મી માર્ચના રોજ ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરવામાં આવશે. અને 29મી માર્ચના રોજ સેનેટની મિટિંગમાં બોર્ડ ઓફ એકાઉન્ટ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણી સંદર્ભે યુનિવર્સિટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા નિયમ મુજબ, બોર્ડ ઓફ એકાઉન્ટ માટે ઉમેદવારની મહત્તમ વય વધારેમાં વધારે 62 વર્ષ સુધીની જ હોવી જોઈએ.

જે પણ ઉમેદવારો વિજેતા થશે તેમના માટે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે 1 એપ્રિલ 2023થી 1 વર્ષ માટે ચૂંટાયેલા વ્યક્તિ જ્યાં સુધી સેનેટનું સભ્ય પદ શરૂ રહેશે ત્યાં સુધી બોર્ડ ઓફ એકાઉન્ટમાં કાર્યકાળ શરૂ રહેશે. બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણીમાં 140 મતદારો પોતાનો મત નાંખશે.

આ ચૂંટણીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા તેમજ રજીસ્ટ્રાર આરસી ગઢવી પણ મતદાન કરશે. 29મી માર્ચે યોજાનારી બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણી માટે શનિવારે સેનેટ સભ્ય પધુમન જરીવાલા, બાલકૃષ્ણ અગ્રવાલ, મનોજ અગ્રવાલ અને મનોજ દેસાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...