રેસક્યુ:પાલનપોરમાં ચોથા માળે વૃદ્ધા બાલ્કનીમાં ફસાતાં રેસક્યુ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપોર ગામ સિધ્ધિ વિનાયક હાઈટ્સ ખાતે રહેતા હેમલતાબેન રણજીતભાઈ મિસ્ત્રી(65)સોમવારે રાત્રે ઘરે એકલા હતા. તેમના પતિ અને પુત્ર કામથી બહાર ગયા હતા. જ્યારે હેમલતાબેન ફ્લેટનો મુખ્ય દરવાજો લોક કરી બાલ્કનીમાં ગયા હતા. દરમિયાન બાલ્કનીનો કાંચનો સ્લાઈડીંગ ડોર તેમનાથી અનાયાસે બંધ થતા તેઓ બાલ્કનીમાં ફસાઈ ગયા હતા. જેથી તેમણે તેમના પુત્રને ફોન કરી પોતે ફસાઈ ગયા હોવાની જાણ કરી હતી. ફ્લેટના મુખ્ય દરવાજાની ચાવી પણ ફ્લેટમાં આગળના રૂમમાં હતી.

તેમજ તેમના પતિ અને પુત્ર પાસે અન્ય ચાવી પણ ન હતી. જેથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ફાયર ઓફિસર કિર્તી મોઢ અને તેમની ટીમ ગણતરીની મીનીટોમાં ત્યાં પહોંચી ગઈ હતી. પાંચમાં માળના ફ્લેટના રસોડાની બારી માટે ફાયરબ્રિગેડે એક જવાનને સેફ્ટીચેર બાંધી નીચે ઉતાર્યો હતો અને ચોથા માળના તેમના ફ્લેટના રસોડાની બારી વાટે જવાન ફ્લેટમાં પ્રવેશી બાલ્કનીનો સ્લાઈડીંગ ડોર ખોલી તેમને રેસ્ક્યુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...