તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:પુત્રને મળવા વૃદ્ધ માતા-પિતા વડોદરા ગયા, તસ્કરો 7 લાખની મતા ચોરી ગયા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2.50 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના લઇ ગયા
 • ડિંડોલીમાં BSNLના નિવૃત્ત કર્મીને ત્યાં બનેલી ઘટના

ડિંડોલીમાં ઓમનગરમાં આવેલ હર્ષ બંગલોઝમાં એક મકાનમાંથી તસ્કરો રોકડા 2.50 લાખ રૂપિયા અને સોના તેમજ ચાંદીના ઘરેણાં મળીને કુલ 7.43 લાખ રૂપિયાની મત્તા ચોરી કરીને નાસી ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડિંડોલીમાં ઓમનગરમાં આવેલ હર્ષ બંગલોઝમાં આનંદ ભાલચંદ્ર પાટકર ( 66 વર્ષ) બીએસએનએલમાં ટેલિફોન ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. 6 વર્ષ પહેલા તેઓ નિવૃત્ત થયા હતા. તેમનો દીકરો ભુષણ તેના પરિવાર સાથે વડોદરામાં રહે છે. 6 ફેબ્રુવારીના રોજ આનંદ પાટકર તેમની પત્ની સાથે વડોદરા દીકરાના ઘરે ગયા હતા.

સોમવારની રાત્રે તસ્કરો તેમના ઘરના ગ્રીલનો નકુચો તેમદ મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ઘરમાં ઘુસીને સોનાની ત્રણ ચેઇન, બે મંગળસુત્ર, ચાર અંગુઠી, માળા, સોનાનું પેન્ડલ, સોનાના ઝુમખા, ચાંદીની મૂર્તિ સહિતના ઘરેણાં અને રોકડા 2.50 લાખ રૂપિયા અને કોરા ચેક સહિત 7.43 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. આનંદ પાટકરના સામેના ઘરમાં રહેતા નિલેશ પંચાલને આ ચોરી વિશે ખબર પડતા તેઓએ આનંદ પાટકરને ફોન કરી જાણ કરી હતી. આનંદ પાટકર સુરત આવી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો