શરમજનક બાબત:ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખનો મહિલા સાથે બિભત્સ ચેટનો ફોટો ફરતો થયો

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્નાન કરતી મહિલા સાથે આસ્તિક પટેલ વાત કરી રહ્યા હતા
  • 38 સરપંચના ગ્રુપમાં પોસ્ટ થતાં ડિલીટ કરવા માટે દોડધામ કરી

સુરત જિલ્લાના વધુ એક ભાજપ અગ્રણીનો અશ્લીલતા દર્શાવતો વીડિયો વાયરલ થયો છે. ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખે બાથરૂમમાં નહાતી મહિલા સાથે વીડિયો ચેટીંગ કરતો ફોટો વાયરલ થઇ જતા ડિલીટ કરાવવા માટે દોડધામ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ આસ્તિક પટેલના નગ્ન મહિલા સાથેનો ફોટો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

એકમ શાંત અને સારા માણસની છાપ ધરાવતા આસ્તિક પટેલની આ શરમજનક બહાર આવતા લોકોમાં આશ્ચર્ય પણ ફેલાયુ છે. વાત એમ છેકે, ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપના આસ્તિક પટેલે એક મહિલા સાથે વીડિયો કોલીંગ કર્યું હતું. મહિલા બાથરૂમમાં સ્નાન કરતી હતી ત્યારે બંને વિડીયો કોલીંગના માધ્યમથી જોડાયા હતા. જેમાં મહિલા નગ્ન અવસ્થામાં આસ્તિક સાથે વાતો કરતી હતી.

દરમિયાનમાં આ વીડિયો કોલનો ફોટો ક્લીક થઇ ગયો હતો કે ક્લીક કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ અશ્લીલ ફોટો તેમનાથી જ કાંઠા વિસ્તારના 38 સરપંચના ગ્રુપમાં પોસ્ટ થઇ ગયો હતો. આ ફોટો પોસ્ટ થયા બાદ તાત્કાલિક ડિલીટ નહીં કરી શકતા લોકોના તેમના પર ફોટા અંગે ફોન આવવા લાગ્યા હતા. જ્યારે આસ્તિક પટેલે પણ આ ફોટો ડિલીટ કરી નાખવા માટે દોડધામ કરી મૂકી હતી.અને તમામ પાસે ફોટો ડિલીટ કરાવ્યા હતા. છતાં આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...