\રૂા.144 કરોડના કેબલ સ્ટેઇડ બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ અને ફસાદ પ્રકારની લાઇટીંગ ઇન્સ્ટોલ કરવા માટે આગામી 28મી જુલાઈથી 27 ઓગસ્ટ દરમિયાન કેબલ બ્રીજનો અડાજણથી અઠવા તરફનો ભાગ બંધ રહેશે. ટ્રાફિકની સમસ્યા વકરી શકે એમ હોય 30 દિવસમાં ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરવા આયોજન છે.
કોન્ટ્રાક્ટરે સિસ્ટમના ઇન્સ્ટોલશન માટે 40 દિવસનો સમય માંગ્યો હતો. 28 જુલાઇથી 27 ઓગસ્ટ દરમ્યાન બ્રિજ પર વાહનવ્યવહાર બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, ઝડપથી કેબલ મોનિટરીંગ સિસ્ટમ અને ફસાદ લાઇટીંગ ઇન્સ્ટોલશનની કામગીરી પૂર્ણ કરવા ભાર મુકાશે. વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે બ્રિજનો એક તરફનો ભાગ જ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
દિવાળી સુધીમાં યુનિક લાઇટિંગ શરૂ કરાશે
પાલિકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓપરેશન અને મેઇનટેઇન્સ સાથે રૂા.20 કરોડના ખર્ચે કેબલ સ્ટેઇડ બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ તથા લાઇટીંગ કરવામાં આવશે. દિવાળી સુધીમાં કેબલ સ્ટેઈડ બ્રિજ પર યુનિક લાઈટિંગ શરૂ થઈ જશે તેમ જાણવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.