ધરપકડ:વેસુની હોટલમાં દેહવ્યાપાર, થાઈલેન્ડ કેન્યા સહિતની 8 મહિલાને છોડાવાઈ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકો પાસેથી 2000 વસૂલી1000 મહિલાઓને અપાતા હતા

વેસુની હોટલમાં ચાલતા કુટણખાના પર પોલીસે રેડ પાડી થાઈલેન્ડની 2 અને કેન્યાની 1 મહિલા સહિત 8 મહિલાને મુક્ત કરાવી ગ્રાહક સહિત 8 આરોપીની ધરપકડ કરી છે.

ઉમરા પોલીસને માહિતી મળી હતી કે, વેસુમાં સફલ સ્ક્વેરના ચોથા માળે રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલમાં દેહવ્યાપાર ચાલે છે. પોલીસે બોગસ ગ્રાહક મોકલી રેડ કરી હતી. ત્યાંથી 8 મહિલા મળી હતી. તેમાંથી 2 થાઈલેન્ડની, 1 કેન્યાની અને 5 ભારતીય હતી. કુટણખાના સંચાલકો શરીર સુખ માણવા આવનારા ગ્રાહકો પાસેથી 2000 લેતા હતા. તેમાંથી 1000 મહિલાને આપતા હતા. પોલીસે ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હોટલના માલિક શૈલેશ કુંવર કેવડિયા(ભક્તિનગર સોસા.-2, વિશાલનગર. પાસે, એ.કે.રોડ) અને ભાવેશ ભગવાન પટેલ(રહે. જલારામનગર સોસા.,ડુંભાલ)ને વાન્ટેડ બતાવ્યા છે.

સંચાલક,મેનેજર,ગ્રાહક સહિત 8ની ધરપકડ
પોલીસે હોટલ સંચાલક મિતુલ મગન પટેલ (રહે. ગોકુલધામ સોસાયટી, ડિંડોલી), સ્પા મેનેજર નફીસ અહેમદ અંસારી(રહે. રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર હોટલ)ને પકડીને તેમની પાસેથી રોકડા 8000 અને 6 કોન્ડમ તથા 2 ફોન કબજે કર્યા હતા. ગ્રાહક પિયુષ અશોક ઝડફિયા(રહે. શિવાન એવેન્યુ, ડભોલી રોડ), સંજીવ દેવેન મહંતો(રહે. સફલ સ્ક્વેર), સુમિત શશી રાજપુત(રહે. રામ હળપતિ નિવાસ,મગદલ્લા રોડ), પારસ રમેશ જૈન(રહે.નાલંદા રેસિડેન્સી,વેસુ),અંગત પ્રજાપતિ(રહે. સ્વામી. સોસા, ગોડાદરા) અને કલીમ સલીમ સૈયદ(રહે. કોસાડ આવાસ)ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...