પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આગામી દિવસોમાં બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે મુસાફરોને વધુ સુવિધા મળી શકે તેને ધ્યાનમાં રાખીને બાંદ્રા-ગાંધીધામ વચ્ચે બીજી 8 વિન્ટર સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન તા. 15મી ડિસેમ્બરથી તા. 5 જાન્યુઆરી સુધી ચાલશે. વિન્ટર સ્પેશ્યલ ટ્રેનો બંને તરફ ભચાઉ, સામખિયાળી, ધ્રાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.
બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે ચાલતી વિકલી સુપરફાસ્ટ ટ્રેનનું ગુરૂવારનું એડવાન્સ બુકીંગ કરાવ્યું હશે તેવા પેસેન્જરને તમામ રકમ રિફંડ આપવાની જાહેરાત પણ પશ્ચિમ રેલવે દ્વારા કરાઇ છે. આ ટ્રેન તા. 9 ફેબ્રુઆરીથી કેન્સલ કરી દેવાઇ છે અને તેના બદલે તા. 7 ફેબ્રુઆરીએ મંગળવારથી શરૂ થશે. જે મુસાફરોએ આ ટ્રેન માટે તેમની ટિકિટ બુક કરાવી છે તેઓ ટિકિટ કેન્સલ માટે સંપૂર્ણ રકમ ચુકવાશે.
ટ્રેન બપોરે 12.45 કલાકે ઉપડી સવારે 6એ ભુજ પહોંચશે
બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે ચાલતી વીકલી સુપરફાસ્ટ ટ્રેન દર ગુરૂવારે બાંદ્રાથી ઉપડતી હતી. પરંતુ આ ટ્રેન હવે મંગળવારે બપોરે 12.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 6 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, પાલનપુર, ડીસા, ભીલડી, દિયોદર, સામખિયાળી, ગાંધીધામ અને ભુજ પહોંચશે. આ ટ્રેન આગામી 7 ફેબ્રુઆરથી લાગુ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.