તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:MTB સહિતની આઠ ગ્રાન્ટેડ કોલેજો પુન: યુનિ.માં જોડાશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજોની બેઠકોમાં 4 હજારનો વધારો કરાશે

રાજ્ય સરકારે ગ્રાન્ટેડ કોલેજો સરકારી યુનિવર્સિટીમાં જોડવાનો વટહુકમ બહાર પાડ્યો છે. જેને કારણે સુરતની સાર્વજનિક એજ્યુ કેશન સોસાયટીની પાંચ, વનિતા વિશ્રામની એક અને બરાડોલી પ્રદેશ કેળવણી મંડળની બે એમ આઠ ગ્રાન્ટેડ કોલેજો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફરી જોડાશે. જેને કારણે બેઠકમાં ચાર હજારનો વધારો થશે. જોકે, ગ્રાન્ટેડ કોલેજો સરકારી યુનિવર્સિટીમાં જોડાય તે માટે સોગુટા, શૈક્ષિક સંઘ, એનએસયુઆઇ અને એબીવીપી જુદા જુદા પ્રકારે આંદોલન પણ કર્યા હતા.

જેને પગલે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડવાની ફરજ પડી હતી અને તેને કારણે હાર્ટ કહી શકાય એવી સો વર્ષ જૂની એમટીબી, પીટી સાયન્સ, કે પી કોમર્સ, વી ટી ચોક્સી લો, એસપીબી, પી ટી મહિલા સહિતની કોલેજો ફરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો હિસ્સો ગણાશે. એટલું જ નહીં, આચાર્યો અને અધ્યાપકોને ફરી સેનેટ પદ મળશે અને તેઓ જુદા જુદા સત્તામંડળમાં ફરી સ્થાન મેળવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી એકટમાં સુધારો કરવાની સાથે અમલ કરતા સુરતની સાર્વજનિક યુનિવર્સિટી, વનિતા વિશ્રામ અને બારડોલી પ્રદેશ કેળવણી મંડળની મળી આઠ ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું જોડાણ ગઇ 22 જૂલાઇએ રદ કરી દેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...