પોલીસ કાર્યવાહી:પાંડેસરા પાસે ઘરમાં જુગાર રમતા આઠ પકડાયા, 1.54 લાખની મતા કબજે

સુરત3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડીરાતે છોડી મુકવા રિક્ષાચાલક હસ્તક વ્યવહાર થયાની ચર્ચા

પાંડેસરાના ડુંડીગામે ડુંડીશેરીમાં એક મકાનમાં પાંડેસરા પોલીસે ગુરુવારે મોડીસાંજે રેડ પાડી 8 જુગારીઓને પકડી પાડયા હતા. જયારે બે જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જુગારીઓ પાસેથી પોલીસે મોબાઇલ અને રોકડ મળી 1.54 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે મોડીરાતે જુગારીઓને છોડી મુકી સવારે પાછા હાજર કર્યા હતા.

જુગારીઓને મોડીરાતે છોડી મુકવા રીક્ષાચાલક હસ્તક વ્યવહાર થયો હોવાની પોલીસબેડામાં ચર્ચા છે. પાંડેસરા પીઆઈએ જણાવ્યું કે આ વાત મારે ધ્યાને નથી આવી. બીજી તરફ, જુગારીઓ પકડાયા ત્યારે લાખોની રકમમાંથી અમુક ગાયબ થઈ હોવાની પણ આશંકા છે. રેડ પાડવા માટે શરૂઆતમાં એક કર્મચારી સાથે 4 રિક્ષાવાળા આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.

ખરેખર પોલીસ કમિશનર તેના વિશ્વાસુ અધિકારી પાસે તપાસ કરાવે તો હકીકતો બહાર આવી શકે છે. કાઠાં વિસ્તારના ડુંડીગામે ડુંડીશેરીમાં રહેતો ભાવેશ પટેલ પોતાના ઘરે જુગાર રમાડતો હતો. પોલીસે ગુરુવારે સાંજે રેડ પાડી ત્યારે ત્યાંથી 5 જુગારીઓ પહેલા પકડાયા હતા. પછી 3 જુગારીઓ મોબાઇલ ભૂલી જતા બાદમાં હાજર થયા હતા.

ટોટલ 8 જુગારીઓ પકડાયા હતા. જયારે મગદલ્લાનો નિકુંજ અને રાંદેરનો સિરાજ ભાગી ગયા હતા. જે બન્ને વોન્ટેડ જાહેર કર્યા છે. જુગારીઓ પાસેથી પોલીસે 93 હજારની રોકડ અને 5 મોબાઇલ રૂ.61 હજાર મળી 1.54 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

જુગાર રમતા પકડાયેલા આરોપીઓનાં નામ

  • ભાવેશ હસમુખ પટેલ(33)(રહે, ડુંડી)
  • તન જંયતી પટેલ (38)(રહે,આભવા)
  • જીગ્નેશ રમણ પટેલ (33) (રહે, બુડિયા)
  • દિવ્યાંગ રાજુ પટેલ (33)(રહે, રૂંઢ મગદલ્લા)
  • મહંમદ નઇમ સલીમ મલીક (42)(રહે, યુપી)
  • ચેતન દોલત પટેલ (36 )(રહે. ભીમરાડ)
  • કમલેશ જંયતી પટેલ (29) (રહે, ડુંડી)
  • સુમીત ચંદુ પટેલ (35)(રહે. સરસાણા)

અન્ય સમાચારો પણ છે...