તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરીને સન્માન:સુરતમાં અકસ્માતો ઘટાડવાના પ્રયાસને બિરાદાવાયો, શહેર રોડ સેફટી કમિટીને એવોર્ડ એનાયત એનાયત કરાયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ કમિશનર અજય તોમરને એવોર્ડ આપી કમિટીને રૂા.1.25 લાખનો ચેક એનાયત કરાયો હતો. - Divya Bhaskar
શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ કમિશનર અજય તોમરને એવોર્ડ આપી કમિટીને રૂા.1.25 લાખનો ચેક એનાયત કરાયો હતો.
  • વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરાયા

રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવા આશયથી માર્ગ સલામતી માટે કાર્ય કરતી સમગ્ર ગુજરાતની શહેર-જિલ્લાની રોડ સેફટી કાઉન્સિલો, સ્વૈચ્છિક વ્યક્તિઓ, સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ વર્ષ-2020-21નું ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરાયાં હતાં.શહેરમાં અકસ્માતો ઘટાડવા થયેલા પ્રયાસને બિરદાવતા શહેર રોડ સેફટી કમિટીને એવોર્ડ એનાયત એનાયત કરાયો કરાયો હતો.

1.25 લાખનો ચેક અપાયો
ત્રણ કેટેગરીમાં સ્વૈચ્છિક વ્યક્તિઓ, સંસ્થાઓ અને સિટી-ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીનો સમાવેશ કરાયો હતો. જે અંતર્ગત સુરત શહેર સિટી રોડ સેફટી કમિટીને શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ કમિશનર અજય તોમરને એવોર્ડ આપી કમિટીને રૂા.1.25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. જયારે સ્વૈચ્છિક વ્યક્તિઓની કેટેગરીમાં તૃતિય સ્થાન પર સુરતના રોડ સેફ્ટી ટ્રેઈનર અને કોર્ડીનેટર બ્રિજેશ એમ વર્માને એવોર્ડ એનાયત થયો હતો. આમ સુરત શહેરને બે એવોર્ડ એનાયત થયા છે.

અકસ્માતો ઘટાડવા થયેલા પ્રયાસને બિરદાવતા શહેર રોડ સેફટી કમિટીને એવોર્ડ એનાયત કરાયો હતો.
અકસ્માતો ઘટાડવા થયેલા પ્રયાસને બિરદાવતા શહેર રોડ સેફટી કમિટીને એવોર્ડ એનાયત કરાયો હતો.

શહેરમાં જાગૃતિ દેખાઈ
બ્રિજેશ વર્માએ જણાવ્યું કે, રોડ સેફ્ટી અંગેની જાગૃતિ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વની છે. પોતે રોડ ઉપર રાહદારી તરીકે ચાલતા હોય કે, પછી વાહન ચલાવતા હોય બંને રીતે પોતાના જીવનું જોખમ પણ ટાળી શકે છે. બીજાને પણ નુકસાન પહોંચાડતો નથી. છેલ્લા 11 વર્ષમાં અંદાજે 13 લાખ જેટલા લોકોનો સંપર્ક કર્યો છે. અત્યારે આધુનિક રીતે લોકોને રોડ સેફટી અંગેની માહિતી આપવામાં આવી રહી છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન 3-ડી ટેક્નોલોજી અને હાલ કોરોના સંક્રમણ દરમિયાન વેબિનાર કરીને લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.સુરત શહેરમાં પણ હવે ધીરે ધીરે ટ્રાફિક અવેરનેસ અને રોડ સેફ્ટી અવેરનેસ જોવા મળી રહી છે.