ઝંઝાવાતી પ્રચાર:‘સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ આપવા માટે તજવીજ શરૂ, ટૂંક સમયમાં મળી જશે’

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતને એરપોર્ટ ફાળવવા માટે કોંગ્રેસ અગાઉ મંજૂરી પણ આપતી ન હતી
  • કડોદરાની જાહેર સભામાં ગૃહમંત્રી અમિત શાહની ખાતરી

શહેરને છેવાડે આવેલા કડોદરા ખાતે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભા યોજાઈ હતી, જેમાં શાહે કહ્યું કે, કોંગ્રેસ સુરતમાં મેટ્રો ટ્રેન કે એરપોર્ટ બને એવું શરૂઆતથી જ ઇચ્છતી ન હતી. નરેન્દ્ર મોદીની સરકારે મેટ્રો ટ્રેનનું કામ શરૂ કરાવ્યું છે.

આ ઉપરાંત સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળે તે માટેની તજવીજ સરકારે શરૂ કરી દીધી છે. સુરતીઓને ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ મળી જશે. સભામાં શાહે સરદાર પટેલનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના કોઈ નેતાએ આજ સુધીમાં સરદાર પટેલના સ્ટેચ્યુને એક ફૂલ પણ નથી ચઢાવ્યું. કોંગ્રેસીયાઓ ચૂંટણી આવે ત્યારે જ સરદારનું નામ વટાવવાનું કામ કરે છે.

કોંગ્રેસે લોકતંત્રને પરિવાર તંત્રમાં બદલવાનું કામ કર્યું
કોંગ્રેસે પોતાના પરિવારથી આગળ કંઈ કર્યું જ નથી. દેશના લોકતંત્રને પરિવારતંત્રમાં બદલવાનું કામ કર્યું છે. તેમણે કોંગ્રેસીઓને કોંગ્રેસીયા કહીને સંબોધન કર્યું હતું. અંતિમ સંસ્કારથી લઈ સરદાર પટેલને ભારતરત્ન ન મળે ત્યાં સુધીની ચિંતા ગાંધી-નહેરુ પરિવારે કરી છે.

રામ મંદિર, કલમ 370, કાશી કોરિડોર જેવા કામો ગણાવ્યા
અમિત શાહે સભામાં રામ મંદિર, કાશ્મીરમાં 370ની નાબુદી, કાશી વિશ્વાનાથ કોરિડોર સહિતના કામો ગણાવ્યા હતા. તેમણે વારંવાર કોંગ્રેસની મતબેન્ક કોણ છે તે તમને ખબર છે ને? એવા પ્રશ્નો પૂછી લોકો પાસે મત મંગવાનો પ્રયાસ કર્યો હતો.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...