સુરત પૂર્વ બેઠક ઉપર ખરાખરીનો જંગ થાય તેમ છે.કોંગ્રેસ તરફથી અસલમ સાયકલ વાલા ભાજપ તરફથી સીટીંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું છે. આવી સ્થિતિમાં કંચનજરીવાલાને જો ૧૦ થી ૧૫ હજાર વોટ પણ મળે તો ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક ઉપર જીતવું મુશ્કેલ બની જાય તેમ છે જેને કારણે સામ-દામ-દંડ ભેદ ની નીતિ અપનાવવામાં આવ્યો હોય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ફોર્મ પરત ખેંચવા માટે થશે દબાણ?
સુરત પૂર્વ બેઠક ઉપર દર વખતે નજીવા માર્જિનથી જીત થાય તેવી સ્થિતિ ભાજપ માટે પણ ઊભી થઈ જતી હોય છે પરંતુ આ વખતના સમીકરણો કંઈક અલગ છે અને કોંગ્રેસ તરફથી જે મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં ઊતર્યો છે તે પણ મુસ્લિમોના વોટ સારા એવા મેળવી શકે તેમ છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચનજરીવાલાને જો હિન્દુઓના ભાજપ તરફેણના મત મળે તો ખૂબ મોટું નુકસાન થઈ શકે તેમ છે અને સીટ ગુમાવી પણ પડી શકે છે. આવી સ્થિતિ ઊભી ન થાય તેના માટે પહેલાથી જ ગેમ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો હોય એવું લાગે છે. એન્કએમ પ્રકારે કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લે તેના માટેના પ્રયાસો થઈ રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ફોર્મ સ્વીકારાઈ ગયા પછી ડમી ઉમેદવારને પક્ષનું ચિન્હ મળતું નથી
જો કંચન જરીવાલા કોઈ કારણસર પોતાનું ફોર્મ પરત ખેંચી લેતો તેમના જે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે સલીમને ચૂંટણીમાં લડવું હોય તો પણ તે અપક્ષ તરીકે લડી શકે છે તેને ઝાડુ નું આમ આદમી પાર્ટીનું ચિન્હ મળી શકે તેમ નથી. આવી સ્થિતિમાં ટેકનિકલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નો સિમ્બોલ જ નીકળી જશે જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે અને આ રણનીતિના આધારે તેઓ હાલ આગળ વધી રહ્યા હોય તેવી ચર્ચા છે.
પૂર્વ બેઠક ઉપર નવા સમીકરણ સર્જાઈ શકે
જો આમ આદમી પાર્ટીના કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતો સીધી લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થઈ જશે. AIMIM પાર્ટી દ્વારા પણ મુસ્લિમ ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે પરંતુ તેને મત મળે એવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. જેને કારણે જે વોટ મુસ્લિમોના કપાવા જોઈએ તે કપાઈ શકે તેવી સ્થિતિ દેખાતી નથી. હવે એકમાત્ર વિકલ્પ એવો છે કે કંચન જરીવાલા જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે ચૂંટણીમાં ન ઉતરે તો જ આસાનીથી ભાજપ જીતી શકે નહીં તો ત્યાં લેન્ડ જેહાદ, અશાંત ધારાનો મુદ્દો તેમજ અન્ય સ્થાનિક લોકોમાં વર્તમાન ધારાસભ્યને લઈને જે આ સંતોષ છે તેનું નુકસાન ભાજપને ઉઠાવવું પડે તેમ છે. તેથી કંચનજરીવાલા મેદાનમાંથી બહાર જતા રહે તો જ ભાજપને ફાયદો થઈ શકે. હવે જોવાનું એ રસપ્રદ બનશે કે કંચન જરીવાલા પોતાનો ઉમેદવારી પત્ર પરત ખેંચે છે કે ચૂંટણીમાં ઝંપલાવશે આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.