શાળાઓ કિલકારીઓથી ગૂંજી:સુરતમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં 21 દિવસ બાદ ફરી શિક્ષણ કાર્ય શરૂ, પ્રથમ દિવસે ઓછી હાજરી નોધાઈ

સુરતએક મહિનો પહેલા
શાળાનું 21 દિવસનું વેકેશન પૂર્ણ,ફરી વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગુંજી ઊઠી શાળા

દિવાળીને લઈ 21 દિવસનું વેકેશન આજથી પૂર્ણ થયું છે. શાળાઓ ફરી વિદ્યાર્થીઓના કિલક્લિાટથી ગુંજી ઉઠી છે. સૌથી છેલ્લે 21 દિવસનું શાળાનું વેકેશન પૂર્ણ થતા સૂમસામ બનેલી શાળાઓ ફરીથી ધમધમી ઊઠી છે.

સુમસામ બનેલી શાળાઓ ફરી ધમધમી ઉઠી
હિન્દુ ધર્મના સૌથી મોટો પર્વ એટલે દિવાળી અને ગુજરાતમાં દિવાળી પર્વને લઈ શાળાઓમાં 21 દિવસનું મીની વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વખતનું શાળાનું મીની વેકેશન ગઈકાલથી પૂર્ણ થઈ ગયા બાદ આજથી શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી છે. છેલ્લા 21 દિવસથી સૂમસામ બની ગયેલી શાળાઓ આજે ફરીથી ઊઠી છે. વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓના કિલકિલાટથી શાળા ગુંજી ઉઠી છે.

બે વર્ષ બાદ વિદ્યાર્થીઓને મળ્યું દિવાળી વેકેશન
કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે શાળાઓ માં ઓફલાઈન શિક્ષણ યોજાયું હતું. બે વર્ષથી કોરોનાને લઇ શાળાઓ ઓનલાઈન ચાલી રહી હતી. જેને લઇ શાળામાં વેકેશન જાહેર ન કરાયુ કે ન બધું બરોબર જ રહેતું હતું. બે વર્ષ બાદ દિવાળીનો પર્વ પણ ઉત્સાહભેર ઉજવાયો અને શાળામાં 21 દિવસનું વેકેશન વિદ્યાર્થીઓને મળ્યું તો તેનો આનંદ પણ તેઓએ ઉત્સાહભેર માણવાનો મોકો મળ્યો હતો. 21 દિવસના વેકેશન બાદ શાળાઓ ફરી શરૂ થઈ જતા વિદ્યાર્થીઓમાં પણ ફરીથી શાળામાં ભણવા જવા માટેનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સોમવારથી શાળાઓમાં ફુલ હાજરી જોવા મળી શકે છે
સુરતમાં શાળાઓનું 21 દિવસનું વેકેશન આજથી એટલે કે શુક્રવારથી પૂર્ણ થઈ જતા શાળાઓ શરૂ કરી દેવાય છે પરંતુ અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓની થોડી ઓછી હાજરી જોવા મળી છે. બે વર્ષ બાદ મળેલા આ પ્રકારના વેકેશનને લઈ અનેક પરિવારો ફરવા ગયા હતા તો અનેક વતન ગયા હતા. જેને લઇ પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. તે ઉપરાંત શુક્ર શનિ છોડી રવિવારે ફરી શાળામાં રજા હોવાથી વિદ્યાર્થીઓ અને પરિવારમાં પણ રવિવાર સુધી વેકેશન જેવા મૂડમાં જોવા મળ્યા હતા. જેથી શાળા સંચાલકોનો એવો મત જાણવા મળી રહ્યો છે કે સોમવારથી શહેરની તમામ સ્કૂલો વિદ્યાર્થીઓની પૂરતી હાજરી સાથે રાબેતા મુજબ શરૂ થઈ જશે. જેને લઇ શાળાઓ દ્વારા પણ નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆતની તૈયારીઓ કરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...