તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત મહાનગર પાલિકાના નગર સેવક માટે ભાજપ દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારોમાં ધનિકની સંખ્યા વધુ છે. જોકે શૈક્ષણિક લાયકાતની સરખામણીમાં બંને પક્ષોના ઉમેદવારોમાં ખાસ કોઇ ફરક નથી. પુરૂષ ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના 56 ટકા જ્યારે કોંગ્રેસના 74 ટકા ઉમેદવારો ધોરણ 12 કે તેનાથી ઓછું ભણેલા છે.
પૂર્વ વિરોધપક્ષના નેતા પ્રફુલ તોગડીયા માત્ર 5 ચોપડી જ્યારે ભાજપના હરેશ જોગાણી 4 પાસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના 120 અને કોંગ્રેસના 117 ઉમેદવારો તૈયાર કરવામાં આવ્યા છે. પુરૂષ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઇએ તો ભાજપના 60 ઉમેદવારોમાંથી 35 ઉમેદવારો ધોરણ 12 કે તેથી ઓછું ભણેલા છે, જેમાં ધોરણ 1થી 5 ભણેલા 1, 6થી 10 ભણેલા 22 અને 11-12 ભણેલા 12 ઉમેદવાર છે.
તેવી જ રીતે કોંગ્રેસના 117 પૈકીના 58 પુરૂષ ઉમેદવારોમાંથી 43 ઉમેદવારો ધોરણ 12થી ઓછું ભણેલા છે જેમાં ધોરણ 1થી 5 સુધી ભણેલા 4, 6થી 10 ભણેલા 28 અને 11-12 ભણેલા 13 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં સૌથી ઓછું ભણેલા કોંગ્રસના ઉમેદવાર દેવરાજ ગોપાણી ધોરણ 3 સુધી જ ભણ્યા છે. જ્યારે પૂર્વ વિરોધપક્ષના નેતા પ્રફુલ તોગડીયા માત્ર 5 ધોરણ ભણ્યા છે.તો વળી ભાજપના ઉમેદવાર હરેશ નાગજી જોગાણી પણ 4 ધોરણ જ ભણ્યા છે.
કોંગ્રેસના ભાવેશ રબારી Ph.D., સામાન્ય પ્રકારના 5 ગુનાઓ નોંધાયેલા છે
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં નગર સેવક બનવાની હોડમાં રહેલા ભાજપ કોંગ્રેસના કુલ 39 ઉમેદવારોએ કોલેજ કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે. જેમાં લલિત વેકરિયાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.ડો.દિનાનાથ બી.ઈએમએસ, ડો. બળવંત ડીએચએમએસ થયા છે. તો કોંગ્રેસના ધીરજ વેકરિયા બીઇ સિવિલ અને ભાવેશ ભુંભળીયા (રબારી) પીએચડી થયેલા છે, જો કે તેમના વિરુદ્ધ સામાન્ય પ્રકારના 5 ગુનાઓ પણ નોંધાયેલા છે.
28 વકીલો ચૂંટણી લડશે
કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારા યોગેશ પટેલ, મનીષ વસાવા, ભાવેશ રબારી ,લલીતા સોસા, પાર્થ લાખાણી, ભૂપેન્દ્ર સોલંકી, અશોક કોરડાવાલા, સુષ્મા પટેલ, ગૌરાંગ પટેલ, મુકેશ પટેલ, આત્મારામ ત્રિપાઠી, રૂષીન રાયકા વકીલ છે, જ્યારે ભાજપમાંથી ચૂંટણી લડનારા ભૂપેન્દ્ર રાઠોડ, નેન્સી શાહ, દિવ્યા રાઠોડ, કેયૂર ચપટવાલા, દિનેશ જોધાણી, રાજેશ જોળિયા, દર્શિની કોઠિયા, દિપેશ પટેલ, ભૂષણ પાટીલ વકીલ છે.
ભાજપના દિપન પાસે 22 કરોડ તો કોંગ્રેસના મહેશ પાસે 11 કરોડની મિલકતો અને સંપત્તિ
પાલિકાની ચૂંટણીમાં ભાજપે કરોડપતિ અને મિલકતદારો પર પસંદગીનો કળશ ઢોળ્યો હોય તેવું આંકડાઓ પરથી ફલિત થઇ રહ્યું છે. જ્યારે કોંગ્રેસમાં ગણતરીના કરોડ પતિ સાથે એક ઉમેદવારે પોતાની થાપણ માત્ર 5 હજાર હોવાનું જાહેર કર્યુ છે. ભાજપના ઉમેદવારોમાં રૂ.3 કરોડથી વધુની સંપતિ ધરાવનાર 25 જેટલા ઉમેદવારો છે. ભાજપ પ્રથમ પાંચ ઉમેદવારોમાં દિપન દેસાઇ પાસે સૌથી વધુ 22.40 કરોડ તો કોંગ્રેસના ઉમેદવાર મહેશ વેકરિયા રૂ.11.25 કરોડની સંપતિ સાથે સૌથી ધનિક ઉમેદવાર રહયા છે.
ભાજપ | મિલકત (કરોડમાં) |
દિપન દેસાઇ | 22.4 |
રાકેશ માળી | 20.68 |
ધર્મેશ સરસીયા | 16.36 |
ધનશ્યામ સવાણી | 15.83 |
પરેશ પટેલ | 12.39 |
કોંગ્રેસ | મિલકત (કરોડમાં) |
મહેશ વેકરિયા | 11.25 |
ધનસુખ રાજપુત | 10.79 |
રૂષિન રાયકા | 3.9 |
સતિષ પટેલ | 3.49 |
આત્મારામ ત્રિપાઠી | 3 |
ભાજપના 7 અને કોંગ્રેસના 18 ઉમેદવારો પર ભુતકાળમાં સામાન્ય ગુના નોંધાઈ ચુક્યા છે, લોકસેવાની સાથે સાથે...
ઉમેદવારોએ ચૂંટણીપંચ સમક્ષ કરેલી કબુલાતને ધ્યાને લઇએ તો ભાજપના 7 અને કોંગ્રેસના 18 ઉમેદવારોએ ભુતકાળમાં પોતાની સામે ગુના નોંધાયા છે. જેમાં ભાજપમાંથી સંજય હિંગુ, કૃણાલ સેલર, રાકેશ માળી, હરેશ જોધાણી, દિનેશ રાજપુત, બંસુ યાદવ જ્યારે કોંગ્રેસમાંથી ભાવેશ ભુંભળીયા, રાધવજી અવૈયા, મહેશ કેવડીયા, પાર્થ લાખાણી, નરેશ સરવૈયા, રાજુ ગલ, દિનેશ સાવલીયા, સુરેશ સુહાગિયા, ધીરજ લાઠીયા, નિલેશ કુંભાણી, જયેશ દેસાઇ, અસલમ સાયકલવાલા, શૈલેષ રાયકા, ગૌરાંગ પટેલ, સુમિત બંસલ, રામુ રાજપુત,યશવંત પાટીલ અને રૂષભ રાયકાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે તમામ ઉમેદવારો પર સામાન્ય ગુનાઓ જ નોંધાયેલા છે, હત્યા જેવા ગંભીર ગુનાઓમાં કોઇ ઉમેદવાર સંડોવાયેલું નથી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.