તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:સ્કૂલોમાં શિક્ષણ કથળ્યું છે: આપ, દિલ્હી કરતા તો ઘણું સારું છે: મેયર

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા સંચાલિત સ્કૂલોના મુદ્દે આપનો હોબાળો
  • સ્કૂલ શરૂ થવા છતાં ઘણા પુસ્તકો મળ્યા ન હોવાનો આરોપ

રવિવારે શિક્ષણ સમિતિના શિક્ષકોના સન્માન કાર્યક્રમમાં હોબાળો મચાવનાર આપના કાર્યકરોએ સોમવારે પાલિકામાં શિક્ષકોની ભરતી, ગુણવત્તાસભર શિક્ષણ સહિતના મુદ્દે મેયરને આક્રમક રજૂઆત કરી હતી. આપની રજૂઆત હતી કે, શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે. શિક્ષકો પાસે બિનશૈક્ષણિક કામ કરાવવામાં આવી રહ્યાં છે. કોવિડની કામગીરીમાંથી પણ શિક્ષકોને મુક્તિ આપવી જોઇએ. શાળા શરૂ થયાના 3 મહિના થઇ ગયા છતાં હજુ ઘણા વિષયોના પુસ્તકો આવ્યા નથી. જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે.

આ તમામ મુદ્દાનું તત્કાળ નિરાકરણ લાવવાની માંગણી સાથે મેયરને આવેદનપત્ર આપીને ક્યારે પ્રશ્નો હલ થઇ જશે એનો સમય માંગ્યો હતો. જો કે, મેયરે રજૂઆત સાંભળીને યોગ્ય નિરાકરણ બાંહેધરી આપતા આપના નગરસેવકો અકળાયા હતા. હજુ કેટલો સમય આપવાનો? એમ કહીને મેયર સાથે રકઝક ગઇ હતી. મેયરે દિલ્હી કરતા તો સારૂ જ શિક્ષણ આપીયે છીએ એમ કહેતા આપના નગરસેવકો લાલધૂમ થયા હતા. એટલું જ નહીં શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી કિશોર બિંદલને સ્ટેજ પર બેસાડવા મુદ્દે પણ આક્રોષ ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...