તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજાનાં પૈસાનું પાણી:બે વર્ષથી 35 લાખથી વધુની બે ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેસ મોબાઈલ વાન સુરત RTOમાં ધૂળ ખાઈ છે

સુરતએક મહિનો પહેલા
મોબાઈલ વાન પર એટલી ધૂળ થઈ ગઈ છે કે કયા ઉપયોગ માટે વાન લાવવામાં આવી હતી કે પણ નજરે પડતું નથી.
  • સરકારે ખર્ચેલા નાણાંનો ઉપયોગ જે પ્રજાને થવો જોઈએ તે થયો નથી
  • 2019માં વાન આવી છતા સુરતના અધિકારીઓનું ઉદાસીન વલણ

સુરત આરટીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. લાખો રૂપિયાના સાધનો પ્રજાના હિતમાં ઉપયોગ કરવા માટે સરકાર ખરીદતી હોય છે પરંતુ અધિકારીઓના ઉદાસીન વલણના કારણે સાધનો યોગ્ય ઉપયોગ થતો નથી અને તેનો લાભ પ્રજા સુધી પહોંચતો નથી. 35 લાખથી વધુની રૂપિયાની બે ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેસ મોબાઈલ વાન બે વર્ષથી સુરત આરટીઓમાં ધૂળ ખાઈ રહી છે.

10 મે 2019માં બે મોબાઈલ વાન ફાળવી હતી
ટ્રાફિકને લઈને અવેરનેસ માટે સરકાર વિવિધ કાર્યક્રમો કરી રહી છે. સતત લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટેની જાગૃતિ આવે તેના માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકાર કરી રહી છે. સુરતના લોકોને ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેસ માટે રાજ્ય સરકારે અલાયદી 2 મોબાઈલ વન ફાળવી હતી. 10 મે 2019માં રજિસ્ટ્રેશન થયા બાદ સુરત લાવવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ટ્રાફિક એજ્યુકેશન વાનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

RTOના અધિકારીઓનું ઉદાસીન વલણ
ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેસ મોબાઈલનો ઉપયોગ વિવિધ શાળા કોલેજો તેમજ લોકોને ટ્રાફિક અવેરનેસ માટે એજ્યુકેશન આપવા માટે કરવાનો હોય છે. જોકે, સુરત આરટીઓના અધિકારીઓનું ઉદાસીન વલણને કારણે આ મોબાઈલ વાનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એક રીતે કહીએ તો સરકારે ખર્ચેલા નાણાંનો ઉપયોગ જે પ્રજાને થવો જોઈએ તે થયો નથી.

2019માં મોબાઈલ વાન સુરત આવી ગઈ હતી.
2019માં મોબાઈલ વાન સુરત આવી ગઈ હતી.

કોરોના કાળમાં યોજાયેલા સેફ્ટી માસમાં પણ ઉપયોગ ન કર્યો
સુરત આરટીઓ અધિકારી ડી.કે .ચાવડા ના કહેવા પ્રમાણે, ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેસ મોબાઈલનો ઉપયોગ અમે કરી શક્યા નથી તેના પાછળનું કારણ કોરોના સંક્રમણ છે. વધુ લોકો એકત્રિત ન થાય તે માટે અમે ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેસ મોબાઈલનો ઉપયોગ કરી શક્યા નથી. પરંતુ આ માત્ર દલીલ કરીને તેઓ પોતાનો બચાવ કરી રહ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા 10 મે 2019થી અત્યાર સુધીમાં અનેક કાર્યક્રમો કર્યા છે. થોડા દિવસ અગાઉ પણ કોરોના સંક્રમણ ઓછું થયું હતું. ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા સેફ્ટિ માસની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન પણ આ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

લોકોને જાગૃત કરવા ઉપયોગમાં લેવાઈ નહીં.
લોકોને જાગૃત કરવા ઉપયોગમાં લેવાઈ નહીં.

કોરોના સંક્રમણનું કારણ આપી લૂલો બચાવ
કોરોના સંક્રમણ પહેલાંથી આ મોબાઈલ વાનનો સુરત આરટીઓમાં આવી ગઈ હતી તે સમયે પણ લોકોના હિતમાં ટ્રાફિકના શિક્ષણ આપવાની કામગીરીમાં સુરત આરટીઓ વિભાગ નબળું પૂરવાર થયું છે. માત્ર કોરોના સંક્રમણનું કારણ આગળ ધરીને પોતાનો લૂલો બચાવ કરતા હોય તેવું જણાય છે. રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચીને ફાળવવામાં આવેલી આ મોબાઈલનો ઉપયોગ સત્વરે અને યોગ્ય રીતે કરવો એ પ્રજાના હિતમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો