તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરોડપતિ મહિલા ઉમેદવાર:સ્પોર્ટસમાં સિદ્ધિ હાંસલ કરનાર એજ્યુકેટેડ ઉર્વશી પટેલ પાસે 2.75 કરોડની સંપત્તિ,ભાજપના સક્રિય કાર્યકરની સાથે સામાજિક સેવાથી વોર્ડ નંબર 10ના ઉમેદવાર બન્યા

સુરત3 મહિનો પહેલા
સામાજિક કાર્ય કરનાર ઉર્વશીબેન હાલ ભાજપની ટિકિટ પર પાલિકાની ચૂંટણી લડી રહ્યાં છે.
  • અસામાજિક બદ્દીઓમાં ફસાયેલી બહેનોને બહાર કાઢવાનું સામાજિક કાર્ય કરવાની ઈચ્છા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં લોકોના પ્રતિનિધિ બનવા માટે રાજાથી લઈને રંક સુધીના મેદાનમાં આવી ગયા છે. લોકશાહીને મજબૂત કરતાં ચૂંટણી પર્વમાં કોઈ ચા વેચનાર પણ ઉમેદવાર છે તો કોઈ કરોડપતિ પણ છે. ભાજપે અડાજણ-પાલ વોર્ડ નંબર 10માં કરોડપતિ મહિલા ઉર્વશીબેન પટેલને ટીકીટ આપી છે. સ્પોર્ટસના ગ્રાઉન્ડમાં સિદ્ધિઓ મેળવનારા ઉર્વશીબેન 2010થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરતા આવ્યા છે. બી.કોમ સાથે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરીંગ સુધીનો અભ્યાસ કરનાર ઉર્વશીબેન 2.75 કરોડની સંપત્તિ ધરાવે છે. સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ બાદ કોર્પોરેશનના ગ્રાઉન્ડ સુધીની પહોંચવા સફર આદરનારા ઉર્વશીબેનનું કહેવું છે કે,કોર્પોરેટર બન્યા બાદ ચોક્કસ જરૂરિયાતમંદ બહેનો જેવી કે, મજબૂરીમાં દારૂના વ્યવસાયમાં કામ કરતી બહેનોને આ ધંધામાંથી બહાર કાઢી સારી સન્માનિત રોજગારીમાં લાવવાનું કામ કરીશ ત્યારે જ પરસ્પર માનવતાની મહેક છલકાશે.

ભાજપમાંથી ચૂંટણી લડીને ઉર્વશીબેને કહ્યું કે, સામાન્ય લોકો માટે કામ કરીશ
ભાજપમાંથી ચૂંટણી લડીને ઉર્વશીબેને કહ્યું કે, સામાન્ય લોકો માટે કામ કરીશ

સામાજિક પ્રવૃતિઓમાં સંકળાયેલા છે
ઉર્વશીબેન નિરવભાઈ પટેલ ઉ.વ.42 (રહે રાજહંસ એલિતા પાલ રોડ અડાજણ) એ જણાવ્યું હતું કે, તેમણે બીકોમ સાથે ડિપ્લોમા એન્જિનિયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. હાઉસ વાઈફ સાથે તેઓ એક ટ્રસ્ટ ચલાવે છે. પસ્તીદાન, પેડ દાન સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. વર્ષ 2010માં તેઓ ભાજપમાં જોડાયા હતા, અને 2016માં સુરત મહિલા મોર્ચામાં મહામંત્રી તરીકે કામ કરી ચૂક્યાં છે. અનેક સેવાકીય પ્રવૃતિઓ બાદ તેમણે વોર્ડ નંબર 10ની સામાન્ય સીટ પરથી ઉમેદવાર તરીકે પસંદગી કરાયા છે.

પ્રચારમાં નીકળતા ઉર્વશીબેન કહે છે કે, લોકોનો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે.
પ્રચારમાં નીકળતા ઉર્વશીબેન કહે છે કે, લોકોનો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે.

પતિ અને સાસુએ મોટિવેટ કરતાં રાજકારણમાં આવ્યા
ઉર્વશીબેનના પતિ નીરવ ભાઈ પટેલ સ્ટોક માર્કેટના કામકાજ સાથે સંકળાયેલા છે. 20 વર્ષના લગ્ન જીવનમાં તેમને એક દીકરો જે હાલ અમેરિકામાં BSC ફાયનાન્સ પર અભ્યાસ કરી રહ્યો છે. સ્પોર્ટ્સથી રાજકીય ગ્રાઉન્ડ સુધીની સફરમાં તેમના પતિ અને સાસુના મોટિવેશન બાદ હું આ ક્ષેત્રમાં આગળ વધી શકી છું. મારા પરિવારે મને સેવાકીય ક્ષેત્રે કામ કરવા ખુલ્લું આકાશ આપ્યું છે. હું એમનો અને મારા 1,30,000 મતદારો નો વિશ્વાસ ક્યારેય નહીં તોડુ તેવું કહ્યું હતું.

સ્પોર્ટસમાં ઉર્વશીબેન રાજ્યકક્ષા સુધીના સારા ખેલાડી રહી ચૂક્યાં છે.
સ્પોર્ટસમાં ઉર્વશીબેન રાજ્યકક્ષા સુધીના સારા ખેલાડી રહી ચૂક્યાં છે.

સ્પાર્ટમાં સિદ્ધિ મેળવી
કોલેજના અભ્યાસ કાળ દરમિયાન એક સારા બેડમિન્ટન, વોલીબોલ અને ક્રિકેટરની રાજ્યકક્ષાની ખેલાડી રહેલા ઉર્વશીબેને કહ્યું કે,1998માં કુલ્લુ મનાલીમાં યૂથ ફેસ્ટિવલ ફોક ડાન્સ ગરબા કોલેજમાંથી રજૂ કરેલા એમા 10 પૈકીની એક હું હતી. એનો ગર્વ છે મને, કોલેજના મિત્રો આજે પણ મારી પાસે એક નવા કાર્યની શરૂઆત થાય એની અપેક્ષા રાખે છે. આજે પણ કોલેજના પ્રોફેસર અને શાળાના શિક્ષકો મને અને હું એમને યાદ કરીને જૂની યાદો તાજી કરીએ છીએ. બસ એક જ વાત કહું છું, જો ચાલશો નહિ તો ચાલશે નહિ.

ઉર્વશીબેનને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યાં છે.
ઉર્વશીબેનને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યાં છે.

મહિલાઓને આત્મ નિર્ભય બનાવીશું
કોઈ પણ ક્ષેત્રે વધુમાં વધુ સમય આપવો અને હાર્ડ વર્ક કરવાની અભ્યાસ કાળ દરમિયાન થી જ મારી આદત રહી છે. એક પ્રવક્તા તરીકે પણ ખ્યાતિ અને સન્માન મળ્યા છે. સિધ્ધાંતને લઈને ચાલુ છું, મારો ફોક્સ લઈને ચાલુ છું, હું જાતે જ મારો હરીફ છું. એક કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ મહિલાઓના આત્મનિર્ભરતા માટે કામ કર્યા બાદ જ આત્મસંતોષ મળશે એવું મારું માનવું છે. કોર્પોરેશમમાં ચાલતી સખી મંડળના કામોમાં નવું અને અપડેટ કરવાની કોશિષ કરી જરૂરિયાત બહેનોને આત્મનિર્ભય અને મજબૂત બનાવવનો સંકલ્પ એ જ મારી કામગીરીની શરૂઆત રહેશે.

ઘણા વર્ષોથી ઉર્વશીબેન ભાજપના સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવી રહ્યાં છે.
ઘણા વર્ષોથી ઉર્વશીબેન ભાજપના સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવી રહ્યાં છે.

માર્ગદર્શનમાં કામ કરીશ
ગુજરાત ભાજપને એક સારા ટીમ મેનેજમેન્ટ નેતા પ્રદેશ અધ્યક્ષના સ્વરૂમમાં મળ્યા છે. 24 કલાક કાર્યકર્તાઓના સંપર્કમાં રહેતા નેતા તરીકે સી.આર. પાટીલની ઓળખ રહી છે. એમને પાર્લામેન્ટરી બોર્ડમાંથી અપાયેલી કોઈ પણ જવાબદારીનું સારું પરિણામ ચોક્કસ આપવામાં સફળ રહ્યા છે. 120 ઉમેડવારોમાંથી 108 કાર્યકર્તાઓ (પહેલીવાર ચૂંટણી લડનાર) પર એમણે મુકેલો વિશ્વાસ ક્યારેય નહીં તૂટે, એટલું જ નહીં પણ કોર્પોરેશનની આ ચૂંટણીમાં દરેક ઉમેદવાર વિજય થવા નહિ પણ કોર્પોરેશનમાં એક ઐતિહાસિક લીડ સાથે તમામ સીટ એટલે કે 120 પર બેસવા ની મહેનત કરી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો