એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 22,842 કરોડ રૂપિયાની બેન્ક લોન છેતરપિંડી મામલે એબીજી શિપયાર્ડ લિમિટેડ વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ સંદર્ભે મંગળવારે મુંબઇ, પૂણે અને સુરતમાં 26 સ્થળે દરોડા પાડ્યા હતા. ઇડીએ એબીજી શિપયાર્ડના પ્રમોટર ઋષિ કમલેશ અગ્રવાલના ઘરે અને ઓફિસે પણ સર્ચ કર્યું. એબીજી શિપયાર્ડના ચેરમેન અને એમડી ઋષિ અગ્રવાલે અન્ય લોકો સાથે મળીને વર્ષ 2012થી 2017 દરમિયાન 28 બેન્કની કુલ 22,842 કરોડ રૂપિયાની લોનનો ગોટાળો કર્યો હોવાનો આરોપ છે.
ઇડી આ કેસમાં સંબંધિત દસ્તાવેજો શોધી તેની તપાસ કરી રહી છે. આ મામલે સીબીઆઇએ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો. બેન્ક આૅફ ઇન્ડિયાના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો. સીબીઆઇની એફઆઇઆર મુજબ એબીજી શિપયાર્ડે લોન લઇને 28 બેન્ક સાથે છેતરપિંડી કરી છે. એજન્સીએ ફેબ્રુઆરીમાં 22 હજાર કરોડના બેંક કૌભાંડનો કેસ નોંધ્યો હતો. જે બાદ હવે EDએ કાર્યવાહી કરીને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસને પોતાના કબજામાં લીધો છે અને તપાસ કરી રહી છે.
સ્ટેટ બેંકની ફરિયાદના આધારે કેસ નોંધાયો હતો
CBI અધિકારીના જણાવ્યા અનુસાર, એસબીઆઇના અધિકારીઓની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. CBI દ્વારા નોંધાયેલી FIR મુજબ, ABG શિપયાર્ડ લિમિટેડ નામની કંપની દ્વારા બેંક લોન લઈને છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી મેસર્સ એબીજી શિપયાર્ડ લિમિટેડ કંપની અને તેના ડિરેક્ટર્સ દ્વારા લગભગ 28 બેંકો સાથે કરવામાં આવી હતી. તેથી, આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ 28 બેંકો દ્વારા CBI ને અરજી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.