તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ બિલનો વિરોધ:દિલ્હીની લડતની ગુંજ હવે સુરતમાં, કૃષિ બિલ રદ કરવા ખેડૂતો આક્રમક

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખેડતુઓએ દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડુતોને સહકાર આપ્યો હતો. - Divya Bhaskar
ખેડતુઓએ દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડુતોને સહકાર આપ્યો હતો.

કેન્દ્રનો કૃષિ તથા કૃષિ ઉપજ અને વાણિજ્ય વ્યાપાર કાયદો અને મૂલ્ય આશ્વાસન ઉપર કૃષિ સેવા કાયદો-2020 ખેડૂત વિરોધી હોવાથી તેને રદ કરવાની માંગ સાથે ખેડૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

સરકારના નવા કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોના ખેડૂતો આ કાયદો રદ કરવાની માંગણી સાથે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 7 દિવસથી મોટી સંખ્યામાં દિલ્હીમાં ખેડૂતોએ ડેરો નાંખ્યો છે. કાયદાને રદ ન કરાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે સુરતમાં પણ ખેડૂત સમાજે ગુરૂવારે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પ્રથમ કાયદામાં આવશ્યક ચીજવસ્તુઓનો કાયદા સંશોધન-2020, બીજામાં એ.પી.એમ.સી બજાર સમિતિ કાયદો અને ત્રીજામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કાયદો છે.

દેશના સંઘ અને રાજ્યો પાસે પણ આ કાયદાઓ અંગે કોઇ ચર્ચા કરવામાં આવી નથી. આ કાયદાની રચનાથી ખેતીનું ખાનગીકરણ થઇ જશે અને ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર નુકસાન સહન કરવું પડશે. 22 જેટલી ખેતપેદાશોને આવશ્યક ચીજના દરજ્જામાંથી કાઢી નાંખવામાં આવ્યા છે. જેથી સરકારનું સંગ્રહખોરી ઉપર નિયત્રંણ નહીં રહેવાથી કોર્પોરેટ કંપનીઓ તેનો ગેરફાયદો ઉઠાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો