તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દરેક ઝોનમાં ખાણી-પીણીના સ્ટોલ ચા લારી, રેસ્ટોરન્ટમાં સઘન તપાસ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માસ્ક વગરના 415 લોકો ઝડપાયા 4.15 લાખની વસૂલાત

શહેરમાં કોરોનાનો કહેર જારી છે ત્યારે સુપરસ્પ્રેડર્સ અંગે ટેસ્ટિંગ હાથ ધરાયા છે. પાનના ગલ્લાવાળા-દુકાનવાળા પણ સુપરસ્પ્રેડરની વ્યાખ્યામાં આવતાં હોય તેમના ટેસ્ટિંગ પણ જરૂરી છે ત્યારે સૌથી વધુ ભીડ પણ ત્યાં ભેગી થઈ રહી છે તેથી કોરોના સંક્રમણ વકરે તેમ છે. પાલિકાએ તમામ ઝોનમાંથી 44 પાનના ગલ્લાઓને એસઓપીના પાલનમાં બેદરકારી દાખવાતાં બંધ કરી દેવાયા છે. જ્યારે માસ્ક વગરના 415 લોકોને ઝડપી પાડી 4.15 લાખ વસૂલાત કરાઈ છે.

પાલિકાએ પાનના ગલ્લાથી લઈ ખાણી-પીણીના સ્ટોલ, રેસ્ટોરંટો, ચા લારી-દુકાનો પર ખાસ તપાસ હાથ ધરી છે. આવા સ્થાનો પર વધુ ભીડ થઈ રહી છે અને ગાઈડલાઈનનું પાલન થતું નથી ત્યારે તમામ ઝોનમાંથી 44 ગલ્લાઓ બંધ કરાવી દઈ 19,850 દંડ વસૂલાયો છે. માસ્ક વગરના સૌથી વધુ વરાછા ઝોન-બીમાં 101 લોકો ઝડપાયા છે. તેમની પાસેથી 1,01 લાખ વસૂલાયા છે. આમ, કુલ 415 લોકો પાસેથી 4.15 લાખ દંડની વસૂલાત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો