ફેરફાર:ઘરનો કચરો લેવા ઇ-વાહન આવશે, 75 ટ્રેક્ટર ખસેડી 124 ઈ-વ્હીકલ મૂકાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષથી પાલિકાએ કરેલો ફેરફાર

તાજેતરમાં જ વડાપ્રધાને 25 ઈ-ચાર્જિંગ સ્ટેશનના લોકાર્પણ વખતે શહેરનો ઇ-સિટી તરીકે વિકાસ કરવાની નેમ જાહેર કરી હતી. પાલિકાએ પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતાં વાહનોને તબક્કાવાર ઇ-વ્હિકલમાં ફેરવવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેના ભાગરૂપે 1 જાન્યુઆરીથી 124 ઇ-ટેમ્પો ગાર્બેજ કલેક્શન માટે લોન્ચ કરાયાં હતાં. કેટલાક ઝોનમાં ટ્રેક્ટર દ્વારા ગાર્બેજ કલેકશન કરવામાં આવી રહ્યું હતું.

જેથી પાલિકાએ નિયુક્ત એજન્સીઓને પહેલાં ખુલી બોડીમાં ગાર્બેજ લઇને વહન કરતા ટ્રેક્ટરોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે કહ્યું કે, પ્રથમ તબક્કામાં 75 ટ્રેક્ટરને હટાવી નવા વર્ષની શરૂઆત સાથે જ 124 ઇ-વ્હિકલ લોન્ચ કરાયા હતાં. જેથી શેરીઓમાં હવે EV કચરો લેવા જશે. તબક્કાવાર બાકી વાહનોને પણ EV તરીકે રૂપાંતરિત કરાશે તેવું પાલિકાનું કહેવું છે.

ત્રણ મહિનામાં તમામ 6 હજાર સોસાયટીને કચરો છૂટો પાડવાનું સમજાવવામાં આવશે
ઘરોમાંથી જ સુકો-ભીનો કચરો અલગ થઇ જાય તે માટે લોકોમાં જાગૃતતા કેળવવા પાલિકાએ સઘન પ્રયાસો હાથ ધર્યા છે. એનજીઓ મારફતે 9 ઝોનમાં 100-100 મળી કુલ 900 સોસાયટીઓના પ્રમુખો સાથે બેઠક કરી સુકો-ભીનો કચરો અલગ કરવા સંદર્ભે જાગૃત કરાયા હતા. પ્રમુખોએ રહીશો સાથે ચર્ચા કરી હાલમાં 200થી વધુ સોસાયટીઓમાં 100 ટકા સેગ્રીગેશનનો અમલ કરાયો છે. આગામી સપ્તાહમાં ક્રમશઃ 900 સોસાયટીનો લક્ષ્યાંક છે. જ્યારે શહેરની તમામ 6 હજારથી વધુ સોસાયટીઓમાં આગામી 3 મહિનામાં ક્રમશઃ સમજ અપાશે.

​​​​​​​સોમવારે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સુવિધા રો-હાઉસ સોસાયટીમાં સેગ્રીગેશનની સમીક્ષા તથા ગાર્બેજ કલેકશન ગાડી દ્વારા સોસાયટીમાંથી સુકો ભીનો કચરો અલગ લેવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કર્યું હતું. અહીં 210 ઘર છે. કમિશનરે સોસાયટીના પ્રમુખ તેમજ સોસાયટીના સભ્યોની કામગીરીને બિરદાવી શહેરની તમામ સોસાયટીઓમાં આનો અમલ થાય તે માટે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...