કાર્યવાહી:3 ટ્રીપમાં 80 કરોડની ઈ-સિગારેટ મંગાવાઈ, મુખ્ય 2 આરોપી ફરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 20 કરોડના ઈ-સિગારેટ કેસમાં આરોપી જેલમાં ધકેલાયો

ડીઆરઆઈએ પલસાણા હાઈ વે પરથી ઝડપેલી 20 કરોડની ઈ સિગારેટના કેસમાં એક આરોપીને સોમવારે કોર્ટમાં રજુ કરાતા તેને જુડીશ્યિલ કસ્ટડીમાં મોકલતો હુકમ કરાયો હતો. તપાસમાં બહાર આવ્યું કે, આરોપીએ આ અગાઉ બે અને હાલના કેસ સાથે કુલ ત્રણ ટ્રીપમાં 80 કરોડની સિગારેટ મંગાવી હતી.હાલત સમગ્ર કેસમાં કન્ટેનર મારફત માલ મંગાવનાર મુંબઈના 2 ઉદ્યોગપતિઓની ધરપકડ નહીં થતા ડીઆરઆઈની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.

ડીઆરઆઇના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે પલસાણા ચોકડી પાસે એક ટ્રકમાં જઈ રહેલું કન્ટેનર અટકાવવામાં આવ્યું હતું. રસ્તા પર તપાસ થઈ શકે એમ ન હોવાથી આ કન્ટેનર જીઆઇડીસી પાસે લઈ જવામાં આવ્યું હતું જ્યાં ટ્રકકમાંથી પરવેઝ આલમ નામના યુવાને કહ્યું હતું કે, આ માલ મુંબઈના 2 ઉદ્યોગપતિઓએ મંગાવ્યો છે. કન્ટેનરની ચકાસણી કરવામાં આવતા તેમાંથી 20 કરોડની ઇ સિગારેટ મળી હતી. અધિકારીઓએ આરોપી પરવેઝની ધરપકડ કરીને તેને સોમવારે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને ઇમરાન મલિક હાજર રહ્યા હતા.

ચીનની પ્રતિબંધિત સિગારેટનો ધીકતો ધંધો
ચાઇનાથી મંગાવેલી 85 હજાર જેટલી ઇ-સિગારેટ વર્ષ 2019થી પ્રતિબંધિત છે. સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે મુન્દ્રા પોર્ટ પર આ સિગારેટ પહોંચી કેવી રીતે? ચર્ચા એ પણ છે કે પોર્ટના કોઈ અધિકારી સામેલ છે કે કેમ? મુંબઈના જે 2 ઉદ્યોગપતિએ આ સિગારેટ મંગાવી છે તે આ ઉપયોગ કેવી રીતે કરવાના હતા? કોને આપવાના હતા? તે અંગે ડીઆરઆઈ વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...