તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:આયાત યાર્ન પર ડ્યુટીથી સાઈઝિંગના ભાવ વધશે

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ટરનેશનલ માર્કેટમાં ટકવામાં મુશ્કેલી થશે

વિવિંગ બાદ સાઈઝિંગ ઈન્ડસ્ટ્રીઝને પણ ડ્યુટી લાદવાથી અસર થવાની ચિંતા થઈ રહી છે. લોકલ યાર્નની ક્વોલિટીના કારણે બીમ ભરવાનો ખર્ચ ડબલ થઈ રહ્યો છે જેથી લોકલ યાર્ન બીમમાં ભરવા માટે સાઈઝર્સ ડબલ ભાવ લઈ રહ્યા છે. કેન્દ્રિય મંત્રાલય દ્વારા એન્ટી સબસિડી ડ્યુટી લાદવામાં આવે તો સાઈઝિંગ યુનિટો દ્વારા યાર્નના બિમ ભરવાના ચાર્જ વધવાની શક્યતા વીવર્સો દ્વારા વ્યક્ત કરાઈ છે.

સ્પિનર્સો દ્વારા ડાયરેક્ટ જનરલ ઓફ ટ્રેડ રેમિડિઝ (ડીજીટીઆર)માં રજૂઆત કરાઈ કે, આયાત થતાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસિડી ડ્યુટી લાદવામાં ન આવે. બહારથી આયાત કરવામાં આવતું યાર્ન લોકલ યાર્નની સરખામણીમાં મોંઘુ છે. તેના પર ડ્યુટી નાંખવામાં આવે તો ઈન્ટરનેશનલ માર્કેટમાં હરીફાઈ કરી શકાશે નહીં. વિવિંગની સાથે સાથે સાઈઝિંગમાં પણ ખર્ચ વધવા લાગ્યો છે.

દોરા તૂટતા વિવર્સ અને સાઈઝર વચ્ચે સંઘર્ષ
વિવર્સ નિરવ સભાયા કહે છે કે, લોકલ યાર્ન મજબૂત હોતું નથી. જેથી તેને બિમ પર ચઢાવવામાં ખર્ચ વધે છે. કાળજી લેવા છતાં વિવિંગ એકમોમાં લોકલ ક્વોલિટીના યાર્નવાળું બિમ મોકલવા જતાં ફેબ્રિક્સ તૈયાર કરતી વખતે દોરા તુટતા વિવર્સ અને સાઈઝર વચ્ચે પ્રોબ્લેમ વધે છે.

અન્ય સમાચારો પણ છે...