દિવ્ય દરબારને લઈને વિરોધના સૂર ઊઠવાના શરૂ થયા છે. કેટલાક તત્વો દ્વારા પોસ્ટર ફાડીને વિરોધ છે. દિવ્ય દરબારને લઈને છેલ્લા બે-ત્રણ દિવસથી પોસ્ટર લગાડવામાં આવ્યા હતા પરંતુ, આજે કાર્યક્રમ શરૂ થાય તે પહેલા પાડવામાં આવતા વાતાવરણ ગરમાયું છે.
બેનર ફાડી વિરોધ કરાયો
સુરતમાં બાબા બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાય તે પહેલા વિરોધનો સૂર ઉઠ્યો છે. કેટલાક અસંતુષ્ટ લોકો અને વિરોધીઓ દ્વારા લીંબાયત વિસ્તારમાં દિવ્ય દરબારના કાર્યક્રમ સંદર્ભે લગાડવામાં આવેલ બેનરો ફાડી નાખવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનથી માત્ર 700 થી 800 મીટર અને કાર્યક્રમ સ્થળથી માત્ર એક કિલોમીટરના અંતરમાં લાગેલા બેનર વિરોધીઓ દ્વારા ફાડી નાખવામાં આવ્યા છે. જ્યાં એક પ્રકારે બાબાના દિવ્ય દરબારનો વિરોધ કરવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે.
કોણે પોસ્ટર ફાડ્યા?
બેનર કોના દ્વારા ફાડવામાં આવ્યા તે પોલીસ માટે તપાસનો વિષય બની રહ્યો છે પરંતુ, કાર્યક્રમ સ્થાનની નજીક જ બેનર ફાડવામાં આવતા પોલીસ પણ સચેત થઈ ગઈ છે. લિંબાયત વિસ્તારમાં જ બાબાના કાર્યક્રમ સ્થળની આસપાસ વિરોધ થતા આયોજક સમિતિ દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. આ પ્રકારે પોસ્ટર ફાડવામાં આવશે એ પ્રકારની કોઈએ કલ્પના પણ નહોતી કરી પરંતુ, વિરોધના સુર દેખાતા પોલીસ સહિતનો કાફલો પણ સચેત થઈ ગયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.