તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • During The Koran Period, People's Insurance Increased But Shreeji's Decreased, The Insurance Taken For Ganesh Planning Decreased By 70 To 80 Percent

ભાસ્કર એક્સક્લૂઝિવ:કોરાનાકાળમાં લોકોના વીમા વધ્યા પણ શ્રીજીના ઘટ્યા, સુરતમાં ગણેશ આયોજન માટે લેવાતા ઇન્શ્યોરન્સમાં 70થી 80 ટકાનો ઘટાડો

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શહેરના સૌથી મોટા મહિધરપુરા દાળિયા શેરીના ગણેશજીનો 1 કરોડનો વીમો લેવાતો હતો, આ વર્ષે લીધો જ નથી
  • ભટારના ઓરોવિલ સોસાયટીના શ્રીજીનો 25 લાખનો વીમો લેતા આ વખતે 8 લાખનો જ લીધો
  • ભક્તોની સંખ્યા મર્યાદિત કરી દેવાતા વીમાની રકમ ઘટી
  • શહેરમાં દર વર્ષે થતાં મોટા આયોજનો નાના થઇ ગયા, પ્રતિમા પણ 4 ફૂટની જ હોવાને કારણે આયોજકોએ વીમો ઘટાડી દીધો

કોરોના કાળમાં એકતરફ લોકોના ઇન્શ્યોરન્સ મોટા પાયે વધ્યા છે તો તેની સામે જાહેર ઉત્સવ તરીકે ગણેશજીનો વીમો લેવામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના પહેલાં શહેરના મોટા ગણેશ આયોજકો પ્રતિમા, મંડપ, ભક્તો તથા સમગ્ર ગણેશોત્સવ માટે કરોડો રૂપિયાના ઇન્શ્યોરન્સ લેતા હતા પરંતુ આ વર્ષે વીમો લેવામાં 70થી 80 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

કોરોનાની ગાઇડલાઇન તેમજ આર્થિક મુશ્કેલીઓ જોતાં શહેરના જેટલા પણ મોટા આયોજકો છે તેમણે આ વખતના આયોજનો નાના પાયે કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત લોકોની ભીડ પણ પહેલાની જેમ થાય એવું આયોજકો માનતા નથી, જેની સીધી અસર શ્રીજીના વીમા કવચ ઉપર જોવા મળી રહી છે.

શહેરના 5 અગ્રગણ્ય આયોજકોનું વીમા ઘટી જવા મુદ્દે શું કહેવું છે?
મહિધરપુરા : પહેલા 1 કરોડનો વીમો લેતા, આ વર્ષે નહીં

મહિધરપુરા દાળિયા શેરીમાં શ્રીજીની સ્થાપના કરતા વિજય જરીવાલાએ કહ્યું કે, અમે વર્ષ 2019માં શ્રીજીનો 1 કરોડનો વીમો લીધો હતો. પ્રીમિયમ ભરવા માટે તે સમયે એક ભક્તે રૂપિયા આપ્યા હતા. આ વર્ષે વીમો લેવાનું કોઈ આયોજન નથી.

અડાજણ : 25ના બદલે આ વર્ષે 10 લાખનો જ વીમો લેવાશે
અડાજણના ફાઇટર ગ્રુપના રવિ ખરાદીએ કહ્યું કે, અમે કોરોના પહેલા 25 લાખનો વીમો લેતા હતા. જેનાથી પ્રતિમા અને મંડપ જ નહીં લોકોને પણ વીમાકવચ મળે છે. આ વર્ષે અમે 10થી 15 લાખનો વીમો લેવા વિચારી રહ્યા છીએ.

ભટાર : પ્રિમિયમ પહેલા 31 હજાર હતું આ વર્ષે માત્ર 8 હજાર
ભટારના ઓરોવિલ યુવક મંડળના શીતલ પટેલે જણાવ્યું કે, અમે 25 લાખનો વીમો લેતા હતા. પરંતુ આ વર્ષે ભક્તો પણ ઓછા આવશે એટલે માત્ર 8 લાખનો વીમો લઈશું. પહેલા 31 હજારનું પ્રીમિયમ હતું જે આ વખતે 15 હજાર આવશે.

અલથાણ : આ વર્ષે ઘરેથી જ આયોજન કરાશે
અલથાણ ટેનામેન્ટ પાસે સાંઇરામ યુવક મંડળના કમલ મેવાવાલાએ કહ્યું કે, કોરોના પહેલા લોકો 100થી વધુ બાધાની મૂર્તિ મૂકી જતા હતા. 5000થી વધુ ભક્તો આવતા હતા. હવે ભક્તો ઓછા આવશે એટલે આ વખતે ઘરે જ મૂર્તિ મૂકીશું.

મોટા મંદિર : 40 લાખનો વીમો લેતા, આ વર્ષે નહીં
શહેરના વર્ષો જૂના મોટા મંદિર યુવક મંડળના જીગ્નેશભાઈએ જણાવ્યું કે, કોરોના પહેલા અમે ગણેશોત્સવમાં 40 લાખ રૂપિયાનો વીમો લેતા હતા. આ વર્ષે ભીડ પણ ઓછા આવશે એટલે વીમો નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...