તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:દિવાળીની રજામાં 51 હેલ્થ સેન્ટર, 40 ખાનગી હોસ્પિટલોમાં સ્ટાફ તૈનાત રહેશે

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ માટે 24 કલાક ઓન કોલ 80 ધન્વંતરી રથ દોડતા રહેશે
 • 14થી 19 નવેમ્બરની રજાઓમાં પણ 104 ટોલ ફ્રી સેવાનો લાભ

દિવાળીની રજાઓમાં શહેરના 51 હેલ્થ સેન્ટર અને 80 ધન્વંતરી રથને પુરતા સ્ટાફ સાથે સતત કાર્યરત રાખવાનો નિર્ણય લીધો છે.

પાલિકાએ કહ્યું કે, તા. 14થી 19 નવેમ્બર સુધી પાલિકા સંચાલિત હેલ્થ સેન્ટરો ઉપર ઓપીડી સહિતના વોર્ડમાં તબીબી સ્ટાફ સેવા આપશે. કોરોના કામગીરીને લીધે લાંબા સમયથી શહેરભરની સરકારી કચેરીઓ રજાના દિવસોમાં પણ અવિરત કાર્યરત હતી. જોકે, હાલ દિવાળીની સાથે મિનિ વેકેશનનો માહોલ સર્જાતા પાલિકા સહિતની કચેરીઓમાં પણ પાંખી હાજરી છે. દિવાળીની રજાઓમાં ખાનગી હોસ્પિટલમાં પણ સેવાઓ બાધિત હોય તેવી સ્થિતિ સામે આવી શકે છે. આવામાં દિવાળીની રજાઓમાં પણ પાલિકાના આરોગ્ય વિભાગે શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. પાલિકાના મેડિકલ ઓફિસર ડો. પ્રદિપ ઉમરીગરે ક્હ્યું કે, 14થી 19 નવેમ્બરની રજાઓમાં પણ સ્મીમેરની સાથે શહેરભરના 51 હેલ્થ સેન્ટર પણ લોકોની સુવિધા માટે ખુલ્લા રહેશે. આ સેન્ટરોમાં વિશેષ તબીબી સ્ટાફ ગોઠવી દેવાયો છે. કોરોના કાળમાં પણ લોકોને સારવાર માટે કોઇ તકલીફ ન પડે તે માટે 80 ધન્વંતરી રથને પણ 24 કલાક હાજર 104 ટોલ ફ્રી સેવાના આધારે દોડતા રાખવામાં આવશે. આ સાથે જ કોવિડ-19 અંતર્ગત પાલિકા સાથે એમઓયુ કરનાર 40 ખાનગી હોસ્પિટલને પણ પુરતા સ્ટાફ સાથે રજાના દિવસોમાં સુવિધા આપવા તૈનાત રહેવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો