તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:સુરતમાં નકલી તેલ-ઘી બનાવાનું કારખાનું ઝડપાયું, સુમુલ, ગુલાબ, ફોર્ચ્યુન, તિરૂપતિ સહિતની કંપનીના સ્ટીકર મળ્યા

સુરત7 મહિનો પહેલા
ડિવા ટ્રેડિંગ નામની દુકાનમાં રેડ કરવામાં આવી હતી. - Divya Bhaskar
ડિવા ટ્રેડિંગ નામની દુકાનમાં રેડ કરવામાં આવી હતી.
  • ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે ત્રણ લોકોની ધરપકડ

સુરતવાસીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનું કૌભાંડ ઝડપાયું છે. તેલ કંપનીએ પોલીસ સાથે રેડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સુરતના રામનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું ઝડપાયું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, સુમુલ, ગુલાબ, ફોર્ચ્યુન, તિરૂપતિ સહિતની કંપનીના સ્ટીકર મળ્યા હતા. ડુપ્લીકેટ ઘી ઉપર ઓરિજિનલ કંપનીના લેબલ મારવામાં આવ્યા હતા.

મોટાભાગની બ્રાન્ડનું નકલી તેલ-ઘી બનાવતા હતા.
મોટાભાગની બ્રાન્ડનું નકલી તેલ-ઘી બનાવતા હતા.

રેડ કરતા અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ
સુરતના રામનગર વિસ્તારમાં આવેલી ડિવા ટ્રેડિંગ નામની દુકાનમાં પ્રખ્યાત ઓઇલ કંપનીના ખાદ્ય તેલનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું હતું. જેની જાણકારી કંપનીના અધિકારીઓ સુધી પહોંચતા તેમણે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને ફરિયાદ કરી હતી. કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે રેડ કરતા જ તેમની આંખો પહોળી થઇ ગઇ હતી.

અધિકારીઓએ પોલીસ સાથે રેડ કરતા જ તેમની આંખો પહોળી થઇ ગઇ હતી.
અધિકારીઓએ પોલીસ સાથે રેડ કરતા જ તેમની આંખો પહોળી થઇ ગઇ હતી.

લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો
માત્ર એક કંપની જ નહીં પરંતુ લગભગ તમામ કંપનીના તેલનું ડુપ્લિકેશન કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સુમુલ જેવી સહકારી અને વિશ્વસનીય બ્રાન્ડના ઘીનું પણ ડુપ્લિકેશન કરી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.