તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રિંગરોડની માર્કેટમાંથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ કાપડ પકડાયું

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાપડ પર કંપનીનું સ્ટીકર પણ મારેલું હતું

રિંગરોડ સ્થિત રાધે માર્કેટમાં બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ કાપડ વેચાતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે કંપનીના અધિકારી અને સલાબતપુરા પોલીસે રાધે માર્કેટમાં દરોડા પાડી બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતા ડુપ્લિકેટ કાપડનું 800 પીસ કાપડ પકડી પાડ્યું હતું. સાથે વેપારીની પણ અટક કરવામાં આવી હતી.

શુટિંગ શર્ટિંગ કંપનીના અધિકારી અબ્દુલ્લા હબીબ ખાન(રહે, મુંબઇ )ને બાતમી મળી હતીકે, સુરત રિંગરોડ સ્થિત રાધે માર્કેટમાં આવેલી અગ્રવાલ શુટિંગ અને શિવા સન્ટેટી નામની દુકાનમાં તેમની કંપનીનું ડુપ્લિકેટ કાપડ વેચવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે કંપનીના અધિકારી અને સલાબતપુરા પોલીસે રેડ પાડતા આ બંને દુકાનોમાંથી કંપનીનું નામ લખેલા તેમજ સ્ટિકર મારેલા 800 ડુપ્લિકેટ પેન્ટ શર્ટના પીસ મળી આવ્યા હતા.

સલાબતપુરા પોલીસે 800 પીસ જેટલું આ ડુપ્લિકેટ કાપડ કબજે લઇને દુકાનના માલિક ગણેશ હુકમચંદ અગ્રવાલ (રહે, કિર્તીકા એપાર્ટમેન્ટ ઉમાભવન ભટાર) વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. બાદમાં ગણેશ અગ્રવાલની સલાબતપુરા પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...