તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:સરકારી પરીક્ષામાં બેસેલા ડમી ઉમેદવારને 1 વર્ષની સજા, મુખ્ય આરોપી 4 વર્ષથી ફરાર

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ષ 2017માં SSCની નોન-ટેક્નિકલ પરીક્ષામાં ડમી વ્યક્તિ પાસે પરીક્ષા અપાવવાનું પ્રકરણ
  • પોલીસે કેમેરા ચેક ન કરી મહત્તમ પુરાવા કોર્ટમાં રજૂ ન કરતાં ઓછી સજા પડી

વર્ષ 2017માં અઠવાલાઇન્સની એક્સપરિમેન્ટલ સ્કૂલમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાયેલી નોન-ટેક્નિકલ પરીક્ષામાં પોતાના ભાઈની જગ્યા પર ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપનારા આરોપીને કોર્ટે એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં તપાસ અધિકારીએ અનેક લોચા માર્યા હતા. જે બચાવ પક્ષે કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા.

પત્રક પરનો ફોટો અને ઉમેદવારોનો ચહેરામાં સામ્યતા ન હોય વર્ગ નિરિક્ષકને શંકા ગઈ હતી અને ડમી વિદ્યાર્થીનો ભાંડો ફુટી ગયો હતો. કોર્ટે ગુનાની ગંભીરતા જોઇને આરોપીને પ્રોબેશનનો લાભ આપવાથી ઇન્કાર કરી દીધો હતો. સમગ્ર પ્રકરણમાં જેના નામથી પરીક્ષા આપવામાં આવી તે આરોપીને ચાર્જશીટમાં વોન્ટેડ બતાવાયો હતો. ચાર વર્ષથી તે પોલીસના હાથમાં નથી આવ્યો.

તા. 14મી મે, 2017ના રોજ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મલ્ટી ટાસ્કીંગ નોન ટેક્નિકલ પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં સાચા ઉમેદવાર જોગન્દરસિંહ રામકિશનની જગ્યાએ ડમી પરિક્ષાર્થી તરીકે આરોપી પારસકુમાર રણબીર સાંઘવા પરીક્ષા આપવા બેઠો હતો.

આ સમયે ફરિયાદી શાળાના પ્રિન્સિપાલ મિનાક્ષી વખારિયાને ખંડ નિરિક્ષક દીલીપ પરમારે જણાવ્યું હતું કે, પરીક્ષા આપી રહેલાં જોગીન્દરનો ફોટો ઉમેદવારના ફોટો સાથે મેચ થતો નથી. પારસની પુછપરછમાં કહ્યું હતંુ કે, તે પોતાના ભાઈ જોગીન્દર માટે પરીક્ષા આપતો હતો. કોર્ટે આરોપીને પુરાવાના આધારે એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

તપાસમાં પોલીસે ક્યાં-ક્યાં કેવી ભૂલ કરી
આમ તો પુરાવાના આધારે જ આરોપીને સજા થઈ હતી, પરંતુ ટ્રાયલ દરમિયાન પોલીસે કેટલાંક લોચા પણ માર્યા હતા. જેનો આધાર બચાવ પક્ષે લીધો હતો જે મુજબ તપાસ કરનાર અમલદારે કેસ સંબંધિત કોઈ વધારાના દસ્તાવેજ કબજે કર્યા નહતા. બનાવની જગ્યાના સીસીટીવી ફૂટેજ લેવાયા નહતા. જોગિન્દર વિદ્યાર્થી હોવા સંદર્ભના દસ્તાવેજ પણ કબજે લેવાયા નહતા. ઉપરાંત તો આઇ.ઓ.એ તો જોગિન્દરનું નિવેદન પણ લીધું નહતું. સહિ અંગે એફએસએલનો રિપોર્ટ પણ રજૂ કરાયો નહતો. બચાવ પક્ષની દલીલ હતી કે નિરિક્ષક સાથે ઝઘડો થતાં તેણે વેર લેવા ફરિયાદ કરી હતી.

ક્યા પુરાવાના આધારે સજા : પરિક્ષા પત્રક પર ફોટો ચોંટાડેલો હોય છે જે ફોટો હાજર ઉમેદવારના ફોટો કરતા અલગ હતો. આરોપી પાસેથી એડમિશન સર્ટિફિકેટ અને કોલ લેટર પણ કબજે કરાયંુ હતંુ.

અન્ય સમાચારો પણ છે...