જમીન વિવાદ:ડુમસની રૂ. 2.90 કરોડની જમીનમાં બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરનારની ધરપકડ,2 ફરાર

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠગોએ માલિક પાસેથી સેટલમેન્ટના રૂ.5 કરોડ અથવા 15% જમીન માંગી હતી

ડુમસમાં બિલ્ડરના ભાઈએ 2.90 કરોડમાં ખરીદેલી જમીનમાં વિવાદ ઊભો કરવા માટે ભૂ-માફીયા રમેશ સાકરીયા અને તેના પુત્ર સહિત 3 જણાએ બોગસ લખાણો ઊભા કર્યા હતા. બોગસ લખાણનો ભાંડો ફુટી જતા મામલો ક્રાઇમબ્રાંચમાં ગયો છે.

ક્રાઇમબ્રાંચમાં અડાજણના બિલ્ડર દેવેન પટેલે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે હસમુખ પરષોત્તમ તાડા(રહે,પુણા સીમાડા રોડ), રમેશ લક્ષ્મણ સાકરીયા અને તેનો પુત્ર હરેકૃષ્ણ રમેશ સાકરીયા(બન્ને રહે,લંબે હનુમાન રોડ)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. હાલમાં ક્રાઇમબ્રાંચે ભૂ-માફીયા રમેશ લક્ષ્મણ સાકરીયાની ધરપકડ કરી છે.

રમેશ સાકરીયા સામે અગાઉ કામરેજ પોલીસમાં 2, ડુમસ અને કાપોદ્રા પોલીસમાં જમીનની ચીટીંગના 4 ગુનાઓ અગાઉ દાખલ થયા હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે વર્ષ 2007માં ડુમસના 6 સર્વ નંબરોવાળી જમીનો હસમુખ તાડા પાસેથી 2.90 કરોડમાં બિલ્ડરના ભાઈ રત્નાભાઈ પટેલે વેચાણ રાખી હતી. આ જમીનોમાં દાવા-ચાલતા હોય જેનો નિકાલ થતા હસમુખ તાડાએ વર્ષ 2015માં રત્નાભાઈ પટેલને જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો.

આ જમીનોમાં વિવાદ ઊભો કરવા માટે જમીનમાફીયા રમેશ સાકરીયા સાથે હસમુખ તાડાએ બોગસ લખાણો ઊભા કર્યા હતા એટલું જ નહિ જમીનમાલિક રત્ના પટેલ પાસે સેટલ કરવા માટે 5 કરોડ રૂપિયા અથવા 15 ટકા જમીનની માંગણી પણ કરી હતી.

કેવી રીતે આખું ભોપાળું સામે આવ્યું
જમીનમાં વિવાદ ઊભો કરવા આરોપી હસમુખ તાડાએ હરીકૃષ્ણ સાકરીયાને જે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર વેચાણ સાટાખત કરી આપ્યો તે સ્ટેમ્પ પેપર 22-1-2007 લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે આ સ્ટેમ્પ પેપર બાબતે તપાસ કરતા 30-9-2014એ ઇશ્યુ થયું હતું. એટલું જ નહી જે વકીલ પાસે ડોક્યુમેન્ટો નોટરી કરાવ્યા હતા. તે વકીલને નોટરીનું લાયસન્સ વર્ષ 2009માં મળ્યું અને ઠગ ટોળકીએ તે વકીલના નામથી નોટરી કરેલા બોગસ ડોક્યુમેન્ટ 2007માં બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...