ડુમસ દરિયાકિનારાને મહાપાલિકાએ ડેવલપ કરવા માટે નક્કર આયોજન હાથ ધર્યું છે. તે માટે શાસકો અને તમામ તંત્ર વચ્ચે સરકીટ હાઉસમાં બેઠક પણ યોજાઇ હતી. તેમાં પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરાતાં મલ્ટિલેવલ પાર્કિંગ, ઇકો કોટેજ, નેચરલ થેરાપી સેન્ટર, ગ્રીન એરિયા બનાવવા અંગે સી.આર.પાટિલ, હર્ષ સંઘવીએ જરૂરી સુચન કરતાં તેનો પણ સમાવેશ સી-ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરાયો છે તેથી 495 કરોડના અંદાજમાં વધારો થશે.
ખાસ કરીને ફોરેસ્ટ જગ્યામાં ઈકો કોટેજ અને ફોરેસ્ટનું ગેસ્ટ હાઉસ નવું સાકાર કરવામાં આવનાર છે. પાલિકા કમિશનરે તબક્કાવાર પ્રોજેક્ટ સાકાર કરવા ફેઝ-1ને પ્રથમ ડેવલપમેન્ટ કરાશે આ ફેઝ-1માં અર્બન હબ ઝોનમાં લોકોને મનોરંજન, રમતગમત સહિતની થીમ 17 હેક્ટર જગ્યા પર ડેવલપ કરાશે. પ્રોજેક્ટ માટે પાલિકાએ અગાઉ ઠરાવ કરીને 100 કરોડની સરકાર પાસે ગ્રાન્ટ માંગી હતી. જોકે, હજુ મળી નથી. ત્યારે આ પ્રશ્ને પાલિકા ટુરિઝમ વિભાગને પત્ર લખશે.
અર્બન હબ ઝોનમાં લોકો માટે મનોરંજનની વ્યવસ્થા
ક્ષેત્રફળ 7.86 હેક્ટર વિકાસ કરાશે જેમાં, 2.40 હેક્ટરની અંદર 45 મીટરનો રોડ બનાવાશે. 2.93 હેક્ટરમાં પીપીપી ધોરણે પુરાણ કરાશે 900 મીટરમાં વોકિંગ સ્પેસ બાઇક રેન્ટલ સ્ટેશન રેતાળ પ્રદેશ બનાવાશે બીચ વોલીવોલ મેદાન મરીન લાઇફ કોરિડોર, સ્કલ્પચર-આર્ટ સીટિંગ
ઇકો સેન્સિવ ઝોનમાં મેન્ગ્રુવ્સના વૃક્ષો ઉગાડાશે, ટૅન્ટ બનાવાશે
સાઇકલ ટ્રેક ,મેન્ગ્રુવ્સ ફોરેસ્ટ ,બાર્બેક્યુ પિટ્સ ટેન્ટ્સ
વ્યુઇંગ્સ ડેક્સ, વોટર એટીએમ યુટિલિટી રૂમ પબ્લિક રેસ્ટરૂમ, ઇવેન્ટ લોન ,કીઓસ્ક
ઇકો ટુરિઝમમાં લોકો હેલ્થ રિલેટેડ એક્ટિવીટી કરી શકશે
મરિન ઇન્ટર પ્રિટિશન સેન્ટર , ફૂટપાથ સાઇકલિંગ ટ્રેક
,એડવેન્ચર પ્લે એરિયા, કોમ્યુનિટી પાર્ક ,હર્બલ ગાર્ડન, નર્સરી , ડ્રીકિંગ વોટર એટીએમ , લાઇફ ગાર્ડ ટાવર, વોચ ટાવર
ડુમસ બંદર રિ-ડેવલપમેન્ટમાં બોટ ક્લબ, યાચ ક્લબ બનાવાશે
પાર્કિંગ , ઇ-સ્ટોપ્સ , ગાર્ડન ટ્રેઇલ્સ , તળાવ લોન એરિયા , જેટી ,પ્રોમેનેડ , ઇલેક્ટ્રિક વ્હીકલ લેન , સાઇકલ ટ્રેક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.