તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહેલગાહની છૂટ:સુરતમાં કોરોના કેસ કાબૂમાં આવતાં વિકેન્ડમાં પણ ડુમસ બીચ ખુલતાં પરિવાર સાથે લોકો ઉમટ્યાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડુમસ દરિયા કિનારો લોકો માટે ખુલતા લોકો દોઢ મહિને ફરીથી સપરિવાર સહેલગાહ માણતા જોવા મળ્યાં હતાં. - Divya Bhaskar
ડુમસ દરિયા કિનારો લોકો માટે ખુલતા લોકો દોઢ મહિને ફરીથી સપરિવાર સહેલગાહ માણતા જોવા મળ્યાં હતાં.
  • પ્રતિબંધ ઉઠાવી લેવાતાં લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે દરિયા કિનારે પહોંચ્યાં

કોરોના ઘટી ગયા બાદ મોલ, મલ્ટિપ્લેક્સ, જીમ, માર્કેટો ખુલી ગયાં છે હરવા ફરવા માટે ગોપીતળાવ, નેચર પાર્ક, ઍક્વેરિયમ પણ ખુલ્યા છે.ત્યારે તંત્રએ વીકેન્ડમાં ડુમસ જવા પર લગાવેલા પ્રતિબંધો હટાવી લીધા છે. જેથી આજે રવિવારની રજામાં મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે પહોંચ્યાં હતાં. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે લોકોએ ડુમસ બીચ પર મજા માણતા જોવા મળ્યાં હતાં. છેલ્લા દોઢ મહિના બાદ ડુમસ બીચનો પ્રતિબંધ ઉઠાવાતા લોકોએ સપરિવાર સાથે મજા કરી હતી.

લોકો પોતાના વાહનોમાં ડુમસના દરિયા કિનારે પહોંચ્યાં હતાં.
લોકો પોતાના વાહનોમાં ડુમસના દરિયા કિનારે પહોંચ્યાં હતાં.

સાંજે સાત વાગ્યા સુધીની છૂટ
ડુમસ બીચને લઈને ધારાસભ્ય અને કોર્પોરેટરોએ પણ કમિશનરને રજૂઆત કરી હતી. અંતે શનિવારે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે ડુમસ બીચ વિક-એન્ડમાં પણ લોકો માટે ખુલ્લો મુકવા નિર્ણય કર્યો હતો. સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી લોકો અહીં ટહેલવા જઇ શકે છે. જોકે, સાત વાગ્યા પછી બીચ ખાલી નહીં કરનારા અને કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન નહીં કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

વીકેન્ડમાં ડુમસ બીચ પર જવા મંજૂરી અપાતા લોકો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વીકેન્ડમાં ડુમસ બીચ પર જવા મંજૂરી અપાતા લોકો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

માસ્ક, ડિસ્ટન્સિંગનું પાલન કરો
કોવિડ ને પગલે ડુમસ બીચ પર રજાના દિવસોમાં શનિ-રવિવારે પોલીસ કમિશનર સાથે સંકલનમાં રહી જે પ્રતિબંધ હતો તે ઉઠાવી લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર સાથે સહિયારો આ નિર્ણય કરાયો છે. સવારે 7 થી સાંજે 7 સુધી બીચ પર હરીફરી શકાશે. પરંતુ કોરોના હજી ગયો નથી. લોકો કોવિડ નિયમોનું પાલન કરે, બીચ પર પરિવાર સાથે જાઓ પણ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગનું અચૂક પાલન કરે. > બંછાનિધિ પાની, કમિશનર, પાલિકા